Western Times News

Gujarati News

ગલતેશ્વર ખાતે ભરાતા અમાસના મેળા ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું

મંદિર ખાતે પણ શિવભકતો ની પાંખી હાજરી જોવા મળી- કોરોના એ તો ભલભલા ની કમાડવાળી તેમા દેવાલયો ધર્મ સ્થાનો પણ બાકાત નથી.
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકા ના ગલતેશ્વર ખાતે આવેલ શ્રી ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે ભરાતા અમાસ ના મેળા ઉપર પણ કોરોના નું ગ્રહણ જોવા મલ્યુ હતુ અને દર વર્ષ ભરાતો અમાસ નો મેળો સરકાર તથા ટ્રસ્ટીઓ દ્વારા મોકુફ રાખવામા આવ્યો હતો.

પ્રાંતિજ ના ગલતેશ્વર ખાતે આવેલ સુપ્રસિધ્ધ ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ ના છેલ્લા દિવસે અમારા નો ભરાતો મેળો આ વર્ષે કોરોના ના ગ્રહણ ને લઈને મોકુફ રાખવા આવ્યો હતો તો કોરોના એતો ભલભલા ની કમાડવારી દીધી છે

ત્યારે હાલતો દેવાલયો ધર્મ સ્થાનો પણ બાકાત નથી ત્યારે વધુ પડતા વધતા જતા કેસોને અને એકબીજા થી સંક્રમણીત ના થાય જેને  લઈને છેલ્લા કેટલાય વર્ષોથી ગલતેશ્વર ખાતે  ભરાતો અમાસ નો મેળો મોકુફ રાખવામા આવ્યો હતો ત્યારે મંદિર ખાતે અમાસ ના દર્શન ને આવતા હજારો ની સંખ્યા આવતા  શિવ ભક્તો ની સંખ્યામાં પણ ધટાડો જોવા મલ્યો હતો.તો પ્રાંતિજ પીઆઇ પી એલ વાધેલા દ્વારા સરકાર ના કાયદા ની કમલ અમલવારી થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ચુસ્ત પણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.