બુટલેગરના ઘર આગળ ઉભેલી બોલેરો અને સ્કોર્પિઓમાંથી ૬૭ હજારનો દારૂ પકડાયો
ભિલોડા: અરવલ્લી જીલ્લો રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલો હોવાથી સરહદ પર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક શખ્શો રાજસ્થાનમાંથી એનકેન પ્રકારે વિદેશી દારૂ ઘુસાડી દારૂના પીઠા ચલાવી રહ્યા હોવાની સાથે મોટા પ્રમાણમાં દારૂના કટિંગનો ધંધો પણ બુટલેગરો ચલાવી રહ્યા છે
શામળાજી પોલીસે જાણે દિવાળી વેકેશનની સુસ્તી ખંખેરી હોય તેમ ભિલોડા તાલુકાના ગલપુર ગામના બુટલેગરના ઘર આગળ ઉભેલી બોલેરો જીપ,સ્કોર્પિઓ ગાડી અને ઘરમાંથી વિદેશી દારૂ રૂ.૬૭૧૫૦/-નો જથ્થા સાથે કૌશિક સુરજીભાઈ ડામોર નામના બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી પી.એસ.આઈ સંજય શર્મા અને તેમની ટીમે ભિલોડા તાલુકાના ગલપુર ગામે રહેતા અને વિદેશી દારૂનો વેપલો કરનાર કૌશિક સુરજીભાઈ ડામોરના ઘરે ઓચિંતી રેડ કરી તેના રહેણાંક મકાન અને ઘર આગળ પાર્ક કરેલી બોલેરો જીપ (ગાડી.નં- GJ-8-F-2018 ) અને સ્કોર્પિઓ (ગાડી.નં- GJ-2-CA-9893 ) માંથી વિદેશી દારૂ/ બિયર ટીન- ૩૬૨ કીં.રૂ.૬૭૧૫૦/- નો જથ્થો જપ્ત કરી કૌશિક સુરજીભાઈ ડામોર નામના બુટલેગરને ઝડપી પાડી બોલેરો જીપ,સ્કોર્પિઓ ગાડી અને મોબાઈલ નંગ-૧ મળી કુલ રૂ.૭૬૭૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.