Western Times News

Gujarati News

ગલવાનમાં ચાલુ મડાગાંઠ વચ્ચે ભારતીય રેલ્વેએ ચીનની કંપનીને ૧૭૦ કરોડનો કોન્ટ્રાકટ આપ્યો

નવીદિલ્હી, ગલવાનમાં ચાલુ મડાગાંઠ વચ્ચે ભારતીય રેલ્વેએ ચીની કંપનીની સાથે એક મોટો કોન્ટ્રાકટ કર્યો છે. ભારતીય રેલવેએ સુપરફાસ્ટ ટ્રેનો માટ ૩૯૦૦૦ પૈડા બનાવવાનો કોન્ટ્રાકટ ચીનની એક કંપનીને આપ્યો છે.

આ કોન્ટ્રાકટની કિંમત ૧૭૦ કરોડ રૂપિયા છે અને જે કંપનીને આ આપવામાં આવ્યો છે તેનું નામ તાઇઝાંગ ઇન્ટરનેશનલ લિમિટેડ છે. ચીન સાથે જારી મડાગાંઠ વચ્ચે આખરે ભારતીય રેલવેએ આ કોન્ટ્રાકટર એક ચીની કંપનીને આપ્યો તો સ્વાભાવિક છે કે આની પર પ્રશ્ન ઉઠવાના જ છે. આની પર રેલવેએ કારણ બતાવ્યા છે.

રેલ મંત્રાયના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી છે. તેમણે કહયું કે આ પૈડા વંદે ભારત માટે આયાત કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહયું કે ભારતમાં રેલ વ્હીલ સપ્લાયર્સની અછત છે અને યુક્રેન-રશિયા યુદ્‌ઘની આયાતમાં વિલંબના કારણે આ ર્નિણય લેવો પડયો છે.

રેલ્વે અધિકારીએ કહયું , છેલ્લા બે વર્ષોથી યુક્રેન અને રશિયામાંથી પૈંડાનો પૂરવઠો ઉપલબ્ધ નથી. અધિકારીએ કહયું, રેલવે મંત્રાલય દકટજ (રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ)ના રાયબરેલી પ્લાન્ટને મહત્વ આપી રહયા છે જેથી આયાતને ઓછી કરવામાં આવી શકે.

રેલ્વે અધિકારીએ કહયું કે પ્લાન્ટનું કોમર્શિયલ સંચાલન સપ્ટેમ્બર ૨૦૨૧માં શરૂ થયું હતું. પરંતુ ઓપરેશનલ સંબંધિત મુદ્દાઓના કારણે દકટજ પ્લાન્ટ હવે ચાલી રહયો નથી.

પ્લાન્ટ સાથે નિયમિત પૈડાનો પુરવઠો શરૂ થવામાં થોડો સમય લાગશે. રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું, દકટજ પાસેથી પુરવઠામાં અનિશ્ચિતતા અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટમાથી ક્ષમતાની અછતના કારણે ચીની કંપનીને ૩૯ હજાર પૈંડાને બનાવવાનો કોન્ટ્રાકટ આપવો પડે છે.

તેમણે એ પણ જણાવ્યું કે વંદે ભારત માટે ૮,૦૦૦ બનાવટી વ્હીલ્સ માટે એક અલગ ઓર્ડર પણ તે જ ચીની ફર્મને આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષ ભારત-ચીનની વચ્ચે ગલવાન ખીણમાં ભારે અથડામણ થઇ હતી.

જેમાં ભારતના પણ અમુક સૈનિક ઇજાગ્રસ્ત થયા હતા. આજે પણ ગલવાન ખીણમાં ચીન કેટલાક પુલોનું નિર્માણ કરી રહયું છે. આ ગતિરોધ બંને દેશોની વચ્ચે સરહદ પર ચાલુ છે તેમ છતાં ભારતીય રેલવેએ એક ચીની કંપનીને કોન્ટ્રાકટ આપ્યો છે. જાે કે રેલ્વે તરફથી સૂત્રોના હવાલાથી આની મજબૂરી પણ સામે આવી.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.