Western Times News

Gujarati News

ગલવાનમાં શહીદ દીપક સિંહના સપનાને પુરું કરશે તેમના પત્ની

રીવા, જૂન, ૨૦૨૦માં ચીનના સૈનિકોની સાથે અથડામણમાં પોતાનો જીવ ગુમાવનારા શહીદ દીપક સિંહના પત્ની રેખા દેવી ટૂંકમાં સમયમાં જ સેનામાં જાેડાશે. રેખા દેવીએ પર્સનાલિટી એન્ડ ઈન્ટેલિજન્સ ટેસ્ટ ક્લીયર કરી લીધી છે અને તેમને ટ્રેનિંગ માટે ચેન્નઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં મોકલવામાં આવશે. ૨૩ વર્ષના રેખા દેવીની ૯ મહિના ટ્રેનિંગ થશે. બાદમાં તેમને સેનામાં કમિશન આપવામાં આવશે.

લદાખની ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોની સાથે હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત ૨૦ સૈનિક શહીદ થયા હતા. તેમાં દીપક સિંહ પણ સામેલ હતા. શહીદ દીપકને નવેમ્બર, ૨૦૨૧માં મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરાયા હતા.

૧૫ જુલાઈ, ૧૯૮૯એ રીવા જિલ્લાના ફારંદા ગામમાં જન્મેલા દીપક સિંહ વર્ષ ૨૦૧૨માં ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટમાં મેડિકલ કોર્પ્સમાં ભરતી થયા હતા. જાન્યુઆરી, ૨૦૨૦માં તેમને લદાખમાં ફરજ પર મૂકાયા હતા. તેના પાંચ મહિના પછી જ ચીનના સૈનિકો સામેની અથડામણમાં તેઓ શહીદ થઈ ગયા હતા.

શહીદ થયાના લગભગ ૮ મહિના પહેલા જ દીપકના લગ્ન થયા હતા. તે પછી માત્ર એક જ વખત પત્ની સાથે તેમની મુલાકાત થઈ શકી હતી, જ્યારે તેઓ હોળીની રજાઓ પર ઘરે આવ્યા હતા. તેમણે પત્નીને કાશ્મીરી શાલ અને ઘરેણાં લાવી આપવાનું વચન આપ્યું હતું. મૃત્યુના લગભગ ૧૫ દિવસ પહેલા જ તેમની પરિવારના લોકો સાથે ફોન પર વાત થઈ હતી, ત્યારે તેમણે જલદી ઘરે આવવાનું વચન આપ્યું હતું.

શહીદ દીપક સિંહના પિતા ગજરાજ સિંહ ખેડૂત છે, જ્યારે મોટા ભાઈ પ્રકાશ સિંહ પણ સેનામાં છે. દીપક પોતાના ભાઈથી પ્રેરિત થઈને જ સેનામાં જાેડાયા હતા પોતાના સ્કૂલના દિવસોમાં જ તેમણે તેને પોતાનું લક્ષ્ય બનાવી લીધું હતું. નાની ઉંમરથી જ સેનામાં પ્રવેશ પ્રક્રિયા વિશે જાણકારી મેળવી તેની તૈયારીમાં લાગી ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.