ગલવાન બાદ દેપસાંગમાં મોરચો ખોલવાની તૈયારીમાં : ચીન આર્મી
નવી દિલ્હી: લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ બાદ ચીન ચુપ નથી બેઠું, હવે તે ભારત વિરુદ્ધ દેપસાંગમાં નવો મોર્ચો ખોલવા માંગે છે. વાસ્તવમાં દેપસાંગમાં ચીની બેસની નજીક કેમ્પ અને વાહનોની અવરજવર જોવા મળી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, પૂર્વ લદ્દાખમાં ચીન તરફથી ગતિવિધિઓ યથાવત્ છે. આ મામલે નિષ્ણાંતોનું માનવું છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (ઁન્છ) દૌલત બેગ ઓલ્ડી અને દેપસાંગ સેક્ટરોમાં ભારત વિરુદ્ધ મોરચો ખોલી શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે, પૂર્વી દૌલત બેગ ઓલ્ડીમાં ચીન ગતિવિધિઓ કરી રહ્યું છે. જેનું એક પ્રમાણ એ પણ છે કે, જૂનમાં જ ચીની બેસ નજીક ઁન્છના કેમ્પ અને વાહનો જોવા મળ્યા છે. ચીને આ બેસનું નિર્માણ ૨૦૧૬ની પહેલા કર્યું હતું, પરંતુ હાલમાં મળેલી સેટેલાઈટ તસ્વીરોથી ખુલાસો થયો છે કે, અહીં નવા કેમ્પ અને વાહનોની અવરજવર માટે ટ્રેક બનાવામાં આવી રહ્યાં છે.
જા કે, ભારતને આ વાતની જાણ મે મહિનામાં જ થઈ ચૂકી હતી. જેનું પરિણામ છે કે, ભારતે દેપસાંગમાં પોતાના સૈનિકોનો કાફલો ખડકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩માં ચીનની સેનાએ આજ વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી.
જણાવી દઈએ કે, લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બન્ને દેશો વચ્ચે તનાવ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા શાંતિ પ્રયત્નો વચ્ચે ચીની સૈનિકોએ એક તરફ ભારતીય જવાનો પર દગાથી હુમલો કરી દીધો હતો. તો બીજી તરફ ચીન આ માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. ચીની રક્ષા મંત્રાલયે ન્છઝ્ર પર થયેલી હિંસક અથડામણ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.