‘ગલી બાૅય’ ફૅમ સિદ્ધાંત ચર્તુવેદી ચમક્યો અગ્રણી મેગેઝિનના ડિજિટલ કવર પર
મુંબઈ: પ્રાઈમ વીડિયોની વૅબ સિરિઝ ‘ઈનસાઈડ એજ’ અને ફિલ્મ ‘ગલી બાૅય’માં પોતાના અદ્ભુત અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર અભિનેતા સિદ્ધાંત ચર્તુવેદીએ અગ્રણી મેગેઝિન ‘આઈ દિવા’ના મોશન ડિજિટલ કવર પર સ્થાન મેળવ્યું છે. સિદ્ધાંત ચર્તુવેદીએ ફીમેલ ફૅન ફોલોઈંગને લીધે કવર પેજ પર સ્થાન મેળવ્યું છે.
રસપ્રદ વાત એ છે કે, ‘આઈ દિવા’ના કવર પેજ પર ચમકનાર સિદ્ધાંત ચર્તુવેદી પહેલો અભિનેતા છે. આ પહેલા કોઈ પુરૂષ આ મેગેઝિનના કવર પેજ પર સ્થાન મેળવી શક્યો નહોતો. અભિનેતાની ફીમેલ ફૅન ફોલોઈંગને લીધે કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. મોશન ડિજિટલ કવર પેજ પર સિદ્ધાંત ચર્તુવેદીના પ્રથમ સિંગલ કવર ‘ધૂપ’ તેનું ઓકોસ્ટિક વર્ઝન લેવામાં આવ્યું છે. મેગેઝિને મોશન ડિજિટલના કવર પેજ પર કૅપ્શન આપ્યું છે કે, સિદ્ધાંતના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે ‘બંટી ઔર બબલી-૨’માં જાેવા મળશે.