ગલોલીવાસણા પ્રાથમિક શાળા પાટણ મુકામે શાળાનાં બાળકોને સ્વેટર અર્પણ
(પ્રતિનિધિ)પાટણ, ગલોલીવાસણા પ્રાથમિક શાળા ખાતે શાળાનાં ધો. ૧ થી ૩ના બાળકોને શાળા પરિવાર તરફથી શિયાળાની ઋતુમાં સ્વેટર અર્પણ કરવામાં આવ્યાં. ધો. ૪ થી ૮ ના બાળકોને આશ્રમશાળા ઝીલિયા તરફથી થોડા દિવસ અગાઉ સ્વેટર આપવામાં આવેલ હતાં જેના કારણે ધો. ૧ થી ૩ ના બાળકો સ્વેટરથી વંચિત રહી ગયાં હતાં. જેથી શાળા પરિવારે આવાં વંચિત રહી ગયેલ બાળકોની વ્યથા સમજી તેમને પણ શાળા પરિવાર તરફથી સ્વેટર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તેમજ શાળાના આચાર્ય પ્રવિણસિંહજી પરમારનો જન્મ દિવસ હોવાથી તેમના તરફથી શાળાનાં તમામ બાળકોને પાઉંભાજી નો ભરપેટ નાસ્તો કરાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સરપંચ કાંતિભાઇ દેસાઈ તથા અગ્રણી વરવાભાઈ દેસાઈએ હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યો. તેમજ શાળા પરિવારનો આવા પ્રોત્સાહિત કાર્યક્રમો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગલોલીવાસણા પ્રાથમિક શાળા પરિવાર સમયાંતરે આવી પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરી શાળાનાં બાળકોને પ્રોત્સાહિત કરવા હરહંમેશ તત્પર રહે છે.