ગળતેશ્વરના અંગાડી ખાતે દિવ્યાંગ જનસ્નેહ સંમેલન યોજાયું
(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંગાડી ખાતે દિવ્યાંગ જનસ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ગળતેશ્વર તાલુકાના ડાભસરના ગુજરાત સમાચારના પત્રકાર કાંતિલાલ ક્રિસચન નું આજે પ્રેસ મીડિયામાં પ્રમાણિક નિષ્ઠાપૂર્વક ૩૦ વર્ષ પૂરા કરતા અને ઉમરમાં ૭૧ વર્ષ પૂરા કરી ૭૨માં વર્ષમાં પ્રવેશ કરતા પત્રકાર તરીકે સારી કામગીરી નિખાલસ સરળ સ્વભાવ સતત જાગૃત રહી ખેડા જિલ્લાનાં ઠાસરા ગળતેશ્વર તાલુકાની જાહેરજનતાના પ્રશ્નોને ગુજરાત સમાચારના માધ્યમથી વાચા આપી રહેલા બિન સ્વાર્થી રાજકારણ થી દૂર રહેતા, લોક ઉપયોગી કામ કરતા પત્રકાર કાંતિલાલની કામગીરીને ધ્યાને લઈ આજે અંગાડી ગામ ખાતે યોજાયેલા દિવ્યાંગ જનસ્નેહ સંમેલનમાં નયનાબેન વી.પટેલ (પ્રમુખ-ગુજરાત રાજ્ય સરપંચ પરિષદ, પ્રમૂખ- ખેડા જિલ્લા પંચાયત) નાઓએ વિમલભાઈ ઉપાધ્યાય (ઉપાધ્યક્ષ- ગુજરાત રાજ્ય બિન અનામત શિક્ષણિક નિગમ) વિનુભાઈ પટેલ (ઉપપ્રમુખ-ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન ) શૈલેષભાઈ પટેલ (પ્રમુખ – ગળતેશ્વર તાલુકા ભાજપ સંગઠન) તથા ખેડા જિલ્લા બક્ષીપંચ ભાજપના પ્રમુખ ખેડા જિલ્લા કરણીસેના પ્રમુખની હાજરીમાં ફૂલોનાં ગુલદસ્તા, શાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યું ત્યારે અંગાડીના ઈશ્ર્વરભાઈ રાઠોડ હાજર રહ્યા હતા.