ગળતેશ્વરના સેવાલીયામાં એક પછી એક ડેન્ગ્યુના પોઝીટીવ કેસોથી ફફળાટ
ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા ખાતે હાલમાં ડેન્ગ્યુના પોઝીટીવ કેસથી ફફળાટ વ્યાપી ગઈ છે. હાલ દિવાળીના પર્વની ઉજવણી ચાલી રહી હતી. પરંતુ તંત્રના ભોગે ઘણા પરિવાર આ ઊજવણી કરવાથી મહેરુમ રહી ગયા છે.
આજે દરેક જગ્યાએ ડેન્ગ્યુ ફિવરને કાબુમાં કરવામાં આરોગ્ય તંત્ર સરેઆમ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ડેન્ગ્યુ તાવ, એ તાવનો એક પ્રકાર છે, જે ચેપી ઉષ્ણકટિબંધીય ડેન્ગ્યુ વાયરસના કારણે થાય છે. સેવાલીયા તાબે આવેલ મલેક સોસાયટી, વહોરા ફળીયું, હુસેની સોસાયટી સહિતના ઘણા વિસ્તારોમાં એક પછી એક પોઝીટીવ કેસ મળી આવ્યા છે.
હાલ મહંમદ અફઝલ ઈદરીશ ભાઈ વહોરા,સેવાલીયા નાઓને સારવાર અર્થે આણંદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે સરકારી તંત્ર જાણે મુક પ્રેક્ષક બની તમાશો જોતું હોય તેમ લાગી રહ્યું છે. તંત્રને વાંરવાર રજુઆત કરવાં છતાં તેમના પેટનું પાણીય હાલતું નથી. તંત્રને જાણ કરતા તેઓએ જણાવ્યું કે ખાનગી દવાખાનાના ડોકટરોને સરકારે નોટિફિકેશન બહાર પાડી આદેશ કરવામાં આવ્યો છે કે ડેન્ગ્યુના પોઝીટિવ કેસ મળે તો તરત તાલુકા હેલ્થ કચેરીએ જાણ કરવી તેમ છતાં ખાનગી દવાખાના તરફથી કોઈપણ પ્રકારની જાણ કરવામાં નહીં આવી હોવાનું રટણ પણ તાલુકા હેલ્થ ઓફીસના જવાબદાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
પરંતુ તેઓને જાણ કરવા છતાં ડેન્ગ્યુને આગળ ફેલાતો અટકાવવા માટે જે તે વિસ્તારમાં ધુમાળો કરવામાં આવે છે. પરંતુ વાંરવાર જાણ કરવા છતાં આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ આળસ ખખેરી પોતાની ફરજ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.*