ગળતેશ્વર ખાતે ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની મામલતદાર કચેરી ખાતે આજ રોજ તા લ:- ૧૯-૦૨-૨૦૨૦ના રોજ મામલતદાર ગળતેશ્વરને ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ પ્રતિનિધિત્વ ના સંવિધાનીક સિદ્ધાંત મુજબ ઓ.બી.સી, એસ.ટી, એસ.સી, બહુજન લોકોને વસ્તીના પ્રમાણમાં તમામ ક્ષેતે ૮૫% પ્રતિનિધિત્વ અનામત આપવા સંવિધાનમાં તાતકાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી.
વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ ના તા,૦૭-૦૨-૨૦૨૦ સિવિલ અપીલ નંબર -૧૨૨૬ / ૨૦૨૦ મુકેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તરાખંડના કેસમાં ઓ.બી.સી, એસ.ટી, એસ.સીના લોકોના કલ્યાણ માટેની અનામતની જોગવાઈને રાજ્ય સરકારની મનસુબી ઉપર છોડી દેવામાં આવી છે. તે સંવિધાનની મૂળ ભાવનાથી વિરુદ્ધ અને ૮૫% લોકોના પ્રગતિમાં અવરોધ થઈ પડે તેમ છે તો સમગ્ર રાષ્ટ્ના હિતમાં આ ચુકાદાની અસરને દૂર કરવા જરૂરી સુધારો કરવા આપ નામદારને અપીલ છે. ત્યારે કે.પી.રાવલ, મામાલતદાર ગળતેશ્વર દ્વારા આવેદનપત્ર સ્વીકાર કરવામાં આવ્યું હતું.