ગળતેશ્વર – ઠાસરા તાલુકમાં સક્ષમ નેતૃત્વના અભાવ ના કારણે ભારત બંધને નહિવત પ્રતિસાદ
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૮ ડિસેમ્બરના ભારત બંધને નહિવત પ્રતિસાદ મળ્યો હતો.કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. સંસદમાં પસાર થયેલ ત્રણ કૃષિ સંબંધિત બીલનો વિરોધ હવે રસ્તાઓ પર ખેડુતો દ્વારા શરૂ થયો છે. ખેડૂત સંગઠને કૃષિ બીલો સામે ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડુતોના આ ભારતબંધમાં પંજાબ, હરિયાણા, યુપી, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોના ખેડુતો જોડાશે .
ભારત બંધના આ વિરોધ પ્રદર્શનને ટેકો આપવા માટે ૩૧ ખેડૂત સંગઠનોએ હાથ મિલાવ્યા છે. ત્યારે ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે મોટા ભાગના ધધા રોજગાર વેપાર ખુલ્લા જોવા મળ્યા હતા.સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોએ બાંયો ચઢાવી છે.
ત્યારે ખેડૂતો દ્વારા ૮ ડિસેમ્બરના રોજસમગ્ર ભારત દેશમાં પોતાના ધધા રોજગાર બંધ રાખવા આગ્રહ કર્યો હતો. બીજી તરફ તંત્ર કાયદો વ્યવસ્થા બગાડનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની તૈયારીમાં છે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકમાં સક્ષમ નેતૃત્વનો અભાવ જોવા મળ્યો હતો. ખેડૂતોના સરકાર વિરુદ્ધ ના આંદોલનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
ત્યારે વર્ષોથી કોંગ્રેસ પક્ષની સત્તા ધરાવતા ઠાસરા વિધાનસભા વિસ્તારમાં પણ બંધને નહિવત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને અને તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવી હતી. અને બંધની જાહેરાતના કારણે બજારો સુમસામ જોવા મળ્યા હતા.અને બજારોમાં ગ્રાહકોનો ઘસારો ઓછો જોવા મળ્યો હતો.