Western Times News

Gujarati News

ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવ-૨૦૧૯ની ઊજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ) સેવાલિયા, ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતીને પોષણક્ષમ બનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં આગામી ખરીફ સિઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકૂળતા રહે તેવા હેતુસર ચાલુ વર્ષ – ૨૦૧૯ માં પણ કૃષિ મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ -૨૦૧૯ નો કાર્યક્રમ તાઃ-૧૭-૦૬-૨૦૧૯ ને સોમવારના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જે મુજબ ગળતેશ્વર તાલુકાનો કૃષિ મહોત્સવ – ૨૦૧૯ સ્વામિનારાયણ મંદિર, સેવાલીયા ખાતે ઉજવવામાં આવ્યો હતો. રાજયના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું કરવાના ઉદેશ સાથે સૌ પ્રથમ વર્ષ-૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવ-૨૦૦૫ તરીકે શરૂઆત કરવામાં આવી. કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ધ્વારા આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ મહોત્સવમાં વિના મુલ્યે કૃષિ, બાગાયત અને પશુપાલન કીટ્‌સ વિતરણ, ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન તેમજ યોજનાકીય માહિતી વિશે જાણકારી મળી રહે છે.

કૃષિ મહોત્સવમાં ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્યવર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે. કૃષિ મહોત્સવ-૨૦૦૫ ના આયોજનથી રાજયમાં કૃષિ ક્ષેત્રે સફળતાનો પાયો નંખાયેલ છે આ મહોત્સવનું ખુબજ સારૂ પરિણામ જોવા મળતાં રાજય સરકારશ્રી દર વર્ષે કૃષિ મહોત્સવનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડેલ છે.

આ પ્રોગ્રામમાં ડા. એ.એસ પટેલ કૃષિ વૈજ્ઞાનિક, ઠાસરા દ્વારા હેલ્થ કાર્ડ વિશેની માહિતી આપવામાં આવી હતી. અને તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા જમીનની ફળદ્રુપતા તપાસવાની નહિવત ફી રૂ/- ૩૦/- રૂપિયા નકકી કરેલ છે. ખરેખર આ કામગીરીનો ખર્ચ સરકારને લગભગ ૨૦૦૦/- રૂપિયા થાય છે. ખરેખર ખેતી કરતા અગાઉ ખેડૂતોએ જમીનની ફળદ્રુપતા તપાસી લેવી જોઈએ. અને સાથે-સાથે જમીનમાં છાણિયું ખાતર વાપરવાની સલાહ આપવામાં આવી હતી. અને તેના પર્યાય તરીકે લીમડાની ખોળ, દિવેલાની ખોળ વપરવાની સલાહ આપવામાં આવી હતી. પ્રગતિશીલ ખેડૂતોમાં (૧) ભયલાલભાઈ દેસાઈભાઈ પટેલ, (રહે.મીઠાનામુવાળા) જેઓએ ગિલોળીની ખેતી કરી મોટી આવક મેળવી છે. પટેલ ભયલાલભાઈ પ્રહલાદભાઈને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તરીકે ૧૦,૦૦૦/- નો ચેક આપવામાં આવ્યો હતો. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.