ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયામાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતીપૂર્ણ બંધ

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકના વડુંમથક સેવાલીયા ખાતે તા:- ૨૯-૦૧-૨૦૨૦ના રોજ બુધવારે મુસ્લિમ સમાજ દ્વારા ધંધા, વેપાર બંધ રાખી સરકાર દ્વારા બહુમતીના જોરે પાસ કરેલ સી.એ.એ અને એન.આર.સી તેમજ નવા સુધારાઓ સાથે એન.પી. આરના વિરોધમાં સમર્થન આપ્યું હતું. ત્યારે દુકાનદારોએ પોતાના શટરો ઉપર સીટીઝન એમેન્ડમેન્ટ એકટ (સી.એ.એ), ધ નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (એન.આર.સી) , નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એન.પી.આર)જેવા કાળા કાયદાના વિરુદ્ધમાં અમારી દુકાન ૨૯-૦૧-૨૦૨૦ના રોજ બુધવારે બંધ છે. જેની ગ્રાહક મિત્રોએ નોંધ લેવી. જેવા કાગળો લગાવી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

સંવિધાન બચાઓ, દેશ બચાવોના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. બહુજન ક્રાંતિ મોર્ચાએ (સી.એ.એ), (એન.આર.સી), તેમજ (એન.પી.આર) અને ઈ.વી.એમના વિરોધમાં ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજનો આક્ષેપ છે કે અગાઉના દિવસોમાં સરકાર દ્વારા આખા ભારતદેશમાં એન.આર. સી લાગુ કરવાની તૈયારી બતાવી હતી.એન.આર.સીમા પોતાની નાગરિકતા પુરવાર નહિ કરી શકનાર બધા (મુસ્લિમ સિવાયના) દેશવાસીઓને સી.એ.એના કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
જ્યારે ફક્ત મુસ્લિમ સમાજને દ્વેષભાવ પૂર્વ આ કાયદામાં સમાવેશ નહિ કરી પોતે આગામી દિવસોમાં આ કાવતરનો ભોગ બનશે તેમ લાગી રહ્યું છે.જેને લઈને સંપૂર્ણ ભારતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આજે બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા દેશવ્યાપી બંધ પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.જેને અલગ અલગ સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જેને લઈને ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયાના મુસ્લિમ વિસ્તારો, તથા મુસ્લિમ અંધાડી , માલવણ, વસો, વાડદ સહિતના મુસ્લિમ વિસ્તારોમાં બંધને પૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો.