ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયામાં કોરોના પોઝીટીવ કેસથી ફ્ફળાટ, સમગ્ર વિસ્તાર સીલ કરાયો
ખેડાના ગળતેશ્વર તાલુકામાં કોરોનાનો પગ પેસારો થયો છે. ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયામાં ૮૨ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર વિસ્તારમાં ફ્ફળાટ વ્યાપી જવા પામી છે. સેવાલીયા ના લક્ષ્મી સોસાયટીમાં રહેતા જસભાઈ માધવભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત હાલ સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. ત્યારે ૧૬મી જૂન ના રોજ તેઓનો સેમ્પલ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓને કોરોના પોઝીટીવ હોવાની જાણ થઈ હતી.
મળતી માહિતી મુજબ તેમના ધરના ૬ વ્યક્તિઓને કોરોન્ટાઈન કરવાની કામગીરી કરવામા આવી છે. બીજી તરફ જસભાઈ પટેલના પત્ની થોડા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હતા. તા,૯મી એ તેમની પત્નીના તેરમા નો જમણવારનો પ્રોગ્રામ હતો. આ જમણ વાર માં સોસાયટી સહિતના લગભગ ૪૦ થી ૫૦ વ્યક્તિઓ હાજર હતા. આરોગ્ય વિભાગ દ્વારા જમણવારમાં હાજર રહેલા વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર સીલ કરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લષ્મી સોસાયટી સીલ કરી દેવામાં આવી છે. આરોગ્યટીમ દ્વારા સમગ્ર વિસ્તારના મકાનોનું સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. અને સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝર સ્પે કરવામાં આવ્યું છે. આ વાઇરસથી બીજા લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સમાચાર સમગ્ર વાતાવરણમાં પ્રસરી જતા બપોરબાદ બજાર સુમસામ જોવા મળ્યા હતા. ત્યારે ડી.પી.સોલંકી (પી.એસ.આઈ – સેવાલીયા) નાઓનો સંપર્ક કરતા જણાવ્યું કે હાલ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. આગળ જાહેરનામા મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે.