ગળતેશ્વર તાલુકાના વાંધરોલી પ્રા.શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ
(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંધરોલી પ્રા.શાળામાં આજરોજ તા.૦૫-૦૯-૨૦૧૯ ના દિન પે સેન્ટર શાળા વાંઘરોલીમા શિક્ષકદિન નિમિત્તે શાળાના ૨૬ બાળકો સ્વંય શિક્ષક બન્યા હતા. જેમાં ધોરણ ૫ થી ૮ ના બાળકોએ ૧ દિન શિક્ષક બનવાની તક ઝડપી હતી. ધોરણ ૮ની વિદ્યાર્થીની શેખ આરઝૂ એ હેડ ટીચર બની સુંદર અને સફળ કામગીરી નિભાવી હતી. બ્રિજેશભાઈ, દિનેશભાઇએ ડો.રાધાકૃષ્ણ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિના પદ પર કેવી રીતે પહોંચ્યા તેં અભ્યાસકાળના ઉદાહરણો આપ્યા હતા.
શાળાના ૪ પૂર્વ વિદ્યાર્થીઓ (૧) રિઝવાન મલેક, (૨) રાઝિયા કુરેશી, (૩) માહેરા મલેક, (૪) સાહીલ કે જેઓ પબ્લીક ટ્રસ્ટના ખર્ચે,જોખમે અભ્યાસમાં નબળા ધોરણ ૨ થી ૬ ના બાળકોને પ્રેરક તરીકે અભ્યાસ કરાવી રહયા છે. અને તે પ્રેરકોએ શાળાના ગુરુજીઓને દીવાલ ઘડિયાળ આપી હતી. શાળામાં બાળકોને બટાકા પૌઆનો નાસ્તો આપ્યો હતો. સાંજે આજે કરેલ કામની વાતચીત માટે સૌ બાળકોને સમુહમાં બેસાડયા હતા.
ત્યારે પબ્લીક ટ્રસ્ટ માતૃછાયા બાલાસીનોરના વડા સિસ્ટર મજું અને તેમના સહાયકો ૨ સાથે તેમણે આજના દિવસની ઉજવણી જીવન માટે કેમ તે વાત કરી હતી. અને સૌ શિક્ષકોને મોમેન્ટો, ચોકલેટ બાળકોને આપી હતી. આમ ૦૫-૦૯-૨૦૧૯ના રોજ શાળામાં જ પૂર્વ વિદ્યાર્થીઓ, પબ્લીક ટ્રસ્ટ વડે શિક્ષકોનું સન્માન થાય એ જ એવોર્ડ બરાબર છે. સૌનો આચાર્ય નરેન્દ્રકુમાર માયાવશી આભાર સહ જીવનમાં ઉત્તમ બનવા ઉત્તમ વિચારો મેળવી સફળ વિદ્યાર્થીઓ બનો તેમ સૌને સમજાવ્યું હતું. અને તે ઘટનાઓ સૌ વિદ્યાર્થીઓએ જોઈ અને મૂલ્યલક્ષી શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.