સેવાલીયામાં બપોરે ૨:૦૦ વાગ્યા પછી દુકાનો સ્વૈચ્છિક ખુલ્લી રહી
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે આવેલ પાલી ગ્રામ પંચાયત કચેરી ખાતે સેવાલીયાના વેપારીઓ દ્વારા તા:- ૨૭-૦૩-૨૦૨૧ ના રોજ કોરોના વાઇરસના વધતા કેસોને લઈને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસ દુકાનો ખુલ્લી અને ત્યાર બાદ એટલે તા:- ૩૦- ૦૩- ૨૦૨૧ના રોજથી દરરોજ બપોરે ૨:૦૦ વાગ્યા પછી દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. સેવાલીયામાં કોરોના વાઇરસના કેસો વધતા ગામ ના કેટલાક વહેપારીઓ દ્વારા મિટીંગ યોજવામાં આવી હતી.
જેમાં ગામના નહીંવત વહેપારીઓ જોડાયા હતા. આ મિટિંગ તા:-૨૫-૦૩ -૨૦૨૧ના રોજ સવારે યોજવા માં આવી હતી.જેમાં કોરોનાના કેસો વધતા ધંધા રોજ ગાર બંધ રાખવા બાબતે વિચારણા કરી હતી. પાંચ દિવસ પછી એટલેકે તા:- ૩૦-૦૩ -૨૦૨૧ના રોજથી બપોરે ૨:૦૦ વાગ્યા પછી સ્વંયભુ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હાસ્યસ્પદ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો હતો.આ મિટિંગની જાહેરાત કરી જણાવવામાં આવ્યું હતું
આથી તમામ ગ્રામજનોને જણાવવાનું કે, તા.૨૫-૦૩- ૨૦૨૧ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ગ્રામ પંચાયત પાલી (સેવાલીયા) ખાતે કોરોના મહામારીથી વધતા જતા કેસને ધ્યાનમાં લઇ સરપંચશ્રીના અધ્યક્ષ સ્થાને મીટિંગ રાખવામાં આવી. તેમાં નિર્ણય લેવામા આવેલ કે, તા.૩૦-૦૩-૨૦૨૧ના રોજથી સવારે ૭:૦૦ થી બપોરના ૨:૦૦ બજાર ખુલ્લું રાખવા તથા બપોરે ૨:૦૦થી સ્વયંભૂ બજાર બંધ રાખવા નિર્ણય લેવામાં આવેલ.પરંતુ છેલ્લા અઠવાડિયા માં આર એન્ડ બી દ્વારા હાઈવે ઉપર આવેલ ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી હતી.જેને લઈને બજારમાં ઘરાકી ઓછી થઈ છે. બેકારીનો માર વેઠી રહેલ વેપારીઓ દુકાનો બંધ રાખવા રાજી નથી તેવું લાગી રહયું છે.