ગળતેશ્વર તાલુકાની બલાઢા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના બલાઢા ગામે શાળા પ્રવેતસોસવ તેમજ કન્યા કેળવણી તથા બાલમેળાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.પ્રોગ્રામમાં નાની નાની બાળાઓ દ્વારા સુંદર મેહદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ઃ-૧ માં કુલ ૨૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જેઓને બલાઢા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરફથી શાળા ના તમામ બાળકોને નોટબુકોની ભેટ આપવામાં આવી હતી. જ્યારે ઠાકોર સેના પ્રમુખ હિતેષસિંહ તરફથી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે પરસોત્તમદાસ રાઠોળ તરફથી ૨૩ નંગ દફતરકીટ ભેટ આપવામાં આવી હતી. જેને લઈને બાળકોમાં ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ હતી. નાનાં નાનાં ભૂલકાઓના ચહેરાઓ ઉપર સ્મિત છલકી ઉઠ્યું હતું. અને તેઓના માસૂમ ચહેરાઓ જાણે કે આ દાતાઓને દિલથી દુઆઓ આપતા હોય તેવું મહેસુસ થતું હતું. આ પ્રોગ્રામમાં ગ્રામ પંચાયત સરપંચ, સભ્યો, તથા શાળા એસ.એમ.સી સભ્યો, મુકેશભાઈ કે, પટેલ, તથા હિતેશભાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામનું સંકલન શાળા આચાર્ય મનોજ ભાઈ તથા શાળા શિક્ષકગણ તરફથી કરવામાં આવ્યું હતું. અને પ્રોગ્રામના અંતે શાળા આચાર્ય તેમજ શાળા પરિવાર તરફથી દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. *