ગળતેશ્વર તાલુકામાં આરોગ્ય વિભાગની કથળેલી હાલત, મામલતદારને આવેદનપત્ર અપાયું
ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા સહિતના અનેક ગામોમાં આરોગ્ય વિભાગની કામગીરીની ફરિયાદો ઉઠવા પામી છે. ગળતેશ્વર તાલુકામાં મેડિકલ ઓફિસરોની અછતને લઈને પણ વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ નિંદ્રાધીન તંત્ર આળસ ખખેરી ઉભા થવા તૈયાર નથી તેમ લાગી રહયું છે. હાલમાં સગર્ભા મહિલાના મૃત્યુએ સમગ્ર તાલુકાને હચમચાવી દીધું છે. નામે પિન્કીબેન અરુણભાઈ પરમારનાઓને ટીમ્બાના મુવાળા પરણાવેલ હતા.
જેઓને ડિલિવરી માટે સેવાલીયા સી.એચ.સી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓને એક બાબાનો જન્મ થયો હતો. પરંતુ તેઓને લોહીની કમી અને ડેન્ગ્યુ પણ છે તેવું જણાવવામાં આવ્યું હતું. અને ડૉકટરો હાજર નથી તેમ જણાવી ડાકોરની સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
ડાકોરથી પૂરતી સુવિધા નહિ હોવાનું કારણ આપી વડોદરા ખાતેની હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું. ત્યાંથી વડોદરા રીફર કર્યા થોડા સમયમાં જ દર્દીની હાલત ખરાબ થઈ હતી. અને દર્દી બહેન મૃત્યુ પામ્યા હતા.બીજી ઘટના ગળતેશ્વર તાલુકાના કૂણી ગામના તાબે આવેલ મોકાના મુવાળા ગામના સપનાબેન નામ ના રહીશ અચાનક બીમાર થતા પરબીયા પી.એચ.સી ખાતે લઈ જવા આવ્યા હતા.
ત્યાંથી તેઓને બાલાસિનોર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કૂણી તાબેના હીરાના મુવાળા, વાડીનાથ, સહિતના ગામોમાં આશરે ૭૦૦૦ની વસ્તી છે. આ વિસ્તારો ગળતેશ્વર તાલુકાના છેવાળાના ગામો છે. ત્યાં આવવા-જવા માટેના પાકા રસ્તાઓની સુવિધા પણ ઉપલબ્ધ નથી. કે ૧૦૮ એમ્બ્યુલન્સની પણ સુવિધા નથી. ત્યારે ખેડા જિલ્લાના ભૌગોલિક સરહદથી છેવાળે આવેલ ગળતેશ્વર તાલુકામાં આરોગ્યની તમામ સરકારી કચેરીઓમાં અરજદારોને યોગ્ય લાભો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ સહિત ભારતીય કિસાન યુનિયન સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી. latest news from gujarat