ગળતેશ્વર મહાદેવ પહોંચવાના મુખ્ય મથક અંબાવ ખાતે બસો ઉભી નહિ રહેતા ગ્રામજનોનું બસ રોકો આંદોલન
ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે આજરોજ તા,૨૬-૧૧-૨૦૧૯ને મંગળવારે એક્સપ્રેસ બસ રોકો આંદોલન હાથ ધરાયુ હતું. અંબાવ ગામનું બસસ્ટેન્ડ જિલ્લાના સુપ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચવાનું નજીકનું સ્ટેન્ડ છે. અને ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે દરરોજના હજારો ભાવિ ભક્તો દર્શનનો લ્હાવો લેવા પધારે છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવ પહોંચવાના મુખ્ય મથક અંબાવ ખાતે બસો ઉભી નહિ રહેતા યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
એસ.ટી વિભાગ નડિયાદ દ્વારા તા, ૨૭-૦૩-૨૦૧૮ના રોજ અંબાવ ગ્રામ પચાયત કચેરી સરપંચને એક્સપ્રેસ, લોકલ બસોને સ્ટોપ આપવાની મંજૂરી મળેલ છે. જેનો પત્ર તા,૦૩-૦૨-૨૦૧૭ ના રોજથી તમામ બસોને સ્ટોપ આપવા જણાવવામાં આવ્યુ હતું. તેમ છતાં બસો ઉભી નહિ રાખતા ગ્રામજનો રોષે ભરાયા હતા. અને બસો રોકી આંદોલન હાથ ધરાયુ હતું. ગ્રામજનોએ એક્સપ્રેસ બસો રોકી વિરોધ નોંધાવ્યો હતો. મુસાફરો રઝળી પડ્યા હતા. ત્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનો દ્વારા સવારે બસો રોકવામાં આવી હતી. જેને લઈને બસના મુસાફરો ગભરાઈ ગયા હતા. અને સમયસર મંજિલે પહોંચવાની ફિકરમાં લાગી ગયા હતા. ત્યારે બીજી તરફ ડેપો મેનેજર દ્વારા તમામ બસો સમયસર સ્ટોપ કરતી હોવાનું રટણ રટાયુ હતું.
અંબાવ ગ્રામપંચાયતના સરપંચ ધ્રુવલ પટેલ સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા. ત્યારે આ આંદોલનમાં કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસ ઘટના સ્થળે દૌડી આવ હતા. ત્યારે ઇ.ચા ટીડીઓ બી.સી સોઢા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તા,૨૦-૧૧-૨૦૧૯ ના રોજ ગળતેશ્વર મામલતદારને અંબાવ ગ્રામ પંચાયત દ્વારા પત્ર લખી જણાવ્યુ હતું કે અમો ગ્રામજનો આંદોલન કરવાના છીએ તેમ છતાં અને આદોલન માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. અને આ બાબતે ઘટતું કરવા જણાવ્યું હતું. તેમ છતાં ઘટના સ્થળે મામલતદાર મોડા આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા.