ગળતેશ્વર મહાદેવ મંદિર હોળી ધુળેટી સહીત ત્રણ દિવસ યાત્રાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ મંદીરને આવનાર દિવસોમાં હોળી અને ધુળેટી ના તહેવાર નિમિત્તે યાત્રાળુઓનો મેળો જામતો હોય છે. ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે.
૧૨મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે, જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે. તે ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે. રંગોના તહેવાર એવા હોળી ધુળેટીના પર્વની લોકો ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે.ત્યારે હાલની પરિસ્થિતિ જોતા કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે જેના પગલે સરકારે પણ હોળી ધુળેટી નહિ મનાવવા અપીલ કરી છે. અને એકબીજા ઉપર રંગ, મિશ્ર નહીં લગાવવા સૂચના આપવામાં આવી છે.
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લેહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે સરકાર તરફ થી કોરોના વાઈરસ ફેલાય નહીં તે માટે કડક વલણ આપનાવ્યું છે.ખેડા જિલ્લાના ગળતેશ્વર મહાદેવ મંદિર ની કમિટીએ હોળી ધુળેટીનો મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.અને તા:- ૨૮,૨૯,૩૦ માર્ચ ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ડાકોર રણછોડરાયજી મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું છે.