Western Times News

Gujarati News

ગળતેશ્વર મામલતદાર કચેરીની શોભા વધારતો તૂટેલો દરવાજો !!

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચીત ગળતેશ્વર તાલુકાની કચેરીના બાંધકામને હજુ માંડ ચાર-પાંચ વર્ષ થયાં છે. તેનો દરવાજો તૂટી પડ્‌યો છે. લગભગ ૧૫-૨૦ દિવસથી આ દરવાજો તૂટી પડ્‌યો છે. તેમ છતાં તંત્રને આ દરવાજો રીપેરીંગ કરાવવાની ફુરસદ નથી તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે સરકારી અધિકારીઓ શિસ્તના હામી હોય છે. પરંતુ એ ગળતેશ્વર મામલતદાર કચેરીનો તૂટી પડેલો દરવાજોએ વાયકાને ખોટી પાડી રહ્યો છે. મામલતદાર કચેરીમાં અમુલ રેકોર્ડનો ખજાનો હોય છે. જેની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. તેમ છતાં સરકારી તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી. વારંવાર રોજિંદી આવન-જાવનમાં આ તૂટેલો દરવાજો નિહાળતા સરકારી અધિકારીઓ પોતાની ફરજ નિભાવવામાં પણ ઉણા ઉતર્યા છે.

સેવાસદનનો દરવાજો હલકા અને ગુણવત્તા વિહીન મટીરીયલ્સને કારણે તૂટી જતાં તેને ઉતારીને બાજુમાં મૂકી દેવાયો છે. દિવસ દરમિયાન આંખો સામે હોવા છતા પણ તૂટેલા દરવાજા બાબતે મામલતદાર પોતાની જવાબદારીઓથી અજાણ થતા લોકોમાં આશ્ચર્ય ઉભું થયું છે. ગળતેશ્વર તાલુકાના અરજદારો તેમજ નાગરિકોના અગત્યના અને કિંમતી દસ્તાવેજો, સરકારી સાહિત્ય, લોકપ્રશ્નોની ફરિયાદો તેમજ કોમ્પ્યુટરો હવે સુરક્ષિત જણાઈ રહી નથી! ચાર માસ જેટલા સમયથી આ મુખ્ય દરવાજો તૂટી જતાં ગળતેશ્વર તાલુકા સેવાસદનને બંધ કરવામાં આવતું નથી! અને હંમેશા ખુલ્લું જ રહે છે. હાલ ગણતરીના ટૂંકા સમયગાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી અને તકલાદી ગુણવત્તાવાળો મુખ્ય પ્રવેશનો દરવાજો બનાવવાને કારણે ૨૪ કલાક ખુલ્લી કચેરી રાખવા તંત્રને મજબૂર બનાવી દીધું છે ટૂંક સમયમાં કાળજી નહીં લેતા ગળતેશ્વર મામલતદાર પ્રજાની સેવાનું મુખ્ય કેન્દ્ર એવી ગળતેશ્વર સરકારી કચેરી ખંડેર બનતી જોઈ રાજી થઈ રહ્યા હોય તેમ જણાય રહ્યું છે. તૂટેલા દરવાજા બાબતે મામલતદાર પોતાની જવાબદારીઓથી અજાણ થતા લોકોમાં આશ્ચર્ય ઉભું થયું છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.