ગળતેશ્વર મુકામે “વિશ્વ મેલેરીયા દિવસ” ની ઊજવણી કરાઈ
(માહિતી) નડિયાદ, આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત નડિયાદ અને તાલુકા હેલ્થ કચેરી ગળતેશ્વર ના માર્ગદર્શન હેઠળ ગળતેશ્વર તાલુકાના તમામ ગામોમાં ૨૫મી એપ્રિલ -૨૦૨૨ના રોજ વિશ્વ મલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.
જેમાં આરોગ્ય કર્મચારીઓ, એફ-આશા તેમજ આશા દ્વારા ડોર ટુ ડોર મુલાકાત લઈ વાહક જન્ય રોગ અટકાયતી પગલાં લેવા માટે પ્રજાજનો ને માહિતીગાર કરવામાં આવ્યા અને વધુમાં શાળાઓની મુલાકાત લઇ બાળકોને પણ મલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો વિશે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી.
તેમજ એબેટ કામગીરી ,ગપ્પી ફીશ કામગીરી,ઓઈલ- દડા કામગીરી તેમજ હાઈરિસ્ક વિસ્તારોમાં લઘુશિબિર –પત્રિકા વિતરણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રઃઅંઘાડી ના વિસ્તારોમાં માઈક દ્રારા લોકોમાં મલેરિયા વિષે જન-જાગૃતિ તે માટે પ્રચાર કરવામાં આવ્યો હતો.