Western Times News

Gujarati News

ગવ્યેધા ચિકિત્સા: શરીરની નકારાત્મક રોગ ગ્રસ્ત ઉર્જાને પણ ક્લીન કરનારી ઉપચાર પદ્ધતિ

શ્રી લીલાશાહજી ગૌ સંવર્ધન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગવ્યેધા નેચરોપેથી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

અડાલજ, અમદાવાદ માં આવેલ બાર ગામ કડવા પટેલ ની વાડી માં  શ્રી લીલાશાહજી ગૌ સંવર્ધન સાર્વજનિક  ટ્રસ્ટ, બરકાલ-શિનોર દ્વાર ગવ્યેધા આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આયુર્વેદિક અને પરંપરાગત કુદરતી ઉપચાર પદ્ધતિઓ દ્વારા જટિલ અને અસાધ્ય રોગો નો ઉપચાર કરવામાં આવ્યો હતો.

ગવ્યેધા કેમ્પ માં, મલ્ટિથેરપીને જોડીને જટિલ રોગોની સારવાર કરવામાં આવી હતી.  જેમાં પ્રાકૃતિક ઉપાયો, આયુર્વેદિક, નિસર્ગોપચાર, સુજોગથેરાપી, ન્યુરોથેરાપી, એક્યુપ્રેશર, મંત્રથેરપી અને પંચગવ્ય દ્વારા બધા જ અસાધ્ય રોગો ની સારવાર માટે આ કોમ્બો પેક દ્વારા સફળ સારવાર કરવામાં આવી હતી

આ કાર્યક્રમ સંસ્થા ના ફાઉન્ડર પીઠ સમાજ સેવી પ્રેરણા મૂર્તિ ભારતીશ્રીજી ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠલ આયોજિત થયો છે. પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી છેલ્લા 15 વર્ષ થી ગૌ આધારિત ખેતી અને ગૌ સંવર્ધન અને ગૌ આધારિત ઉપચાર પદ્ધતિઓ નો પ્રચાર પ્રસાર કરી લોકો ને જાગૃત કરી રહ્યા છે. ભારતી શ્રીજી નું આ કાર્ય પ્રસંશનીય અને પ્રેરણાદાયી છે.

ગવ્યેધા આરોગ્ય કેમ્પ માં આયુર્વેદિક ડો માનવ ભાઈ,  ડો રેખા બહેન અને ડો જલ્પા બહેન ની પ્રત્યક્ષ ઉપસ્થિતિ માં તેમના માર્ગદરશન નીચે ચિકિત્સા કરવામાં આવી હતી. આ ડોક્ટરો નું કહેવું હતું કે ગવ્યેધા ચિકિત્સા માત્ર ભૌતિક શરીર ઉપર નહિ પરંતુ પ્રાણમય અને મનોમય શરીર ની નકારાત્મક રોગ ગ્રસ્ત ઉર્જા ને પણ ક્લીન કરનારી ઉપચાર પદ્ધતિ છે.

વર્તમાન સમય માં હેલ્થ જ સાચી વેલ્થ છે તે લોકો સમજી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચી ને અને સેંકડો ગોળીઓ ગળી ને કંટાળેલા લોકો હવે આયુર્વેદ અને સનાતન ધર્મ ના ગ્રંથો માં વર્ણિત ભારતીય ઉપચાર પદ્ધતિ ની શરણે જઇ રહ્યા છે અને બહુ ઓછા ખર્ચે રોગો માંથી કાયમી રાહત મેળવી રહ્યા છે.

આ સમાપન પ્રસંગે  SPCA (ADSPCA) અહમદાબાદ જિલ્લા ના ઉપાધ્યક્ષ, ગુજરાત રાજ્ય પશુ કલ્યાણ બોર્ડ ના મેમ્બર અને પશુપાલન મંત્રાલય (ભારત સરકાર) (AWBI) ના પ્રતિનિધિ પરમ આદરણીય દિલીપ ભાઈ શાહ,અખિલ ભારતીય સનાતન ધર્મ રક્ષા સમિતિ ના પ્રમુખ પૂજ્ય યોગેસદાસ મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ ના સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી તથા વીહિપ શહેર પ્રમુખ અમિતભાઇ અતિથિ તારીખે પધાર્યા હતા. અને આવા સુંદર અને સમાજ ઉપયોગી આયોજન બદલ સંસ્થા ના કાર્યકર્તાઓ ને બિરદાવ્યા હતા.

આ કેમ્પ માં 45 જેટલા દર્દીઓ 8 દિવસ સુધી કેમ્પ ના સ્થળે જ રહ્યા હતા.  જયારે 25 જેટલા દર્દી સવારે આવતા અને રાત્રે પોતાના ઘરે જતા રહેતા.

આ કેમ્પ માં દર્દી ની તપાસ કરી તેને જે રોગ હોય તેનું વ્યક્તિગત ધ્યાન આપી કુદરતી ઉપચાર પદ્ધતિઓ જેવી કે ઔષધિઓ યુક્ત માટી લેપન, પંચ ગવ્ય ચિકિત્સા, આયુર્વેદિક ઔષધિ સેવન, યોગ, પ્રણાયણ, ધ્યાન, મંત્ર જપ, મંત્ર લેખન , માલિશ, તથા એક્યુપ્રેશર આદિ ઉપચારો દ્વારા જટીલ રોગો નું નિદાન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પ માં ડાયાબિટીશ, કેન્સર, સાઇતિકા,માઈગ્રેન, કબજિયાત, લીવર ડિસઓર્ડર, સ્ટ્રેસ, સ્ત્રી રોગો, કિડની ના રોગો જેવા જટિલ રોગો નું કુદરતી ઉપચાર પદ્ધતિ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યુ હતું.

આ કેમ્પ માં ભાગ લેનાર ઘણા દર્દીઓ 8 દિવસ માં સારી એવી શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ તથા પ્રસન્નતા પ્રાપ્ત  કર્યા નો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમાપન કાર્યક્રમ નો સંચાલન બ્રિજેશ ભાઈ પટેલ, અર્પિતા બેન ને કર્યું અને આભાર શીતળ બેન અગ્રવાલ એ જતાયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.