ગહના વશિ પૈસાવાળો બૉયફ્રેન્ડ શોધી રહી છે
મુંબઇ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ ગહના વશિષ્ઠ પોતાની બૉલ્ડનેસ અને નિવેદનોથી ચર્ચામાં રહે છે. તેણે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક બૉયફ્રેન્ડની ડિમાન્ડ કરી છે. ગહના વશિષ્ઠએ રાત્રે ૮ વાગ્યા સુધીમાં એક બૉયફ્રેન્ડ કન્ફર્મ કરવાનો ર્નિણય લીધો છે. આ માટે તેણે યુવકોને જણાવ્યું છે કે મને મેસેજ કરો.
એક્ટ્રેસ ગહના વશિષ્ઠે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ‘ઉતાવળે મને તાત્કાલિક એક બૉયફ્રેન્ડ જાેઈએ છે અને મારે આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં લૉક કરવાનું છે. જાે કોઈ દેખાવડો, સિંગલ, યુવાન અને ધનિક છે તો મને તાત્કાલિક મેસેજ કરે.
વેબ સિરીઝ ‘ગંદી બાત’માં જાેવા મળેલી એક્ટ્રેસ ગહના વશિષ્ઠએ ગત વર્ષે પોલીસવાળા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ગહના વશિષ્ઠ બિઝનેસમેન રાજ કુંદ્રાના પોર્ન ફિલ્મ કેસમાં આરોપી હતી. ગહના વશિષ્ઠે પોતાનો એક ફોટોગ્રાફ શેર કરતા લખ્યું હતું કે ‘પોલીસવાળાએ મારી આ દુર્દશા કરી છે.’ જે ફોટોગ્રાફ ગહના વશિષ્ઠે શેર કર્યો હતા તેમાં તેના ફાટેલા કપડા જાેવા મળી રહ્યા હતા.
આ સાથે જ તેણે લખ્યું હતું કે ‘પોલીસવાળાએ મારી આ દુર્દશા કરી છે. મારા તમામ અકાઉન્ટ ફ્રીઝ છે, પૈસા નથી, ઘરે નથી જઈ શકતી, નહીં તો પોલીસ અરેસ્ટ કરી લેશે. મોબાઈલ, લેપટોપ લઈ લીધા, ગત વખતે જમાનત માટે ગાડી ગિરવે મૂકી હતી.’
ગહના વશિષ્ઠે લખ્યું હતું કે, ‘કેટલાંક અજાણ્યા લોકો સાથે રહું છું, ઘરમાં અજાણ્યા લોકોએ કબ્જાે કરી લીધો છે. વકીલની ફી પણ કોઈ પાસેથી ઉધાર માગીને આપી હતી. આનાથી વધારે શું કરશે મુંબઈ પોલીસ, આનાથી વધારે કોઈનું શું ખરાબ કરશે.’ ગહના વશિષ્ઠે વધુમાં લખ્યું હતું કે, ‘એક દિવસ બધું સામે આવશે. મારા મોબાઈલમાં બધું છે, પણ તમે બધું સીઝ કરી લીધું છે.
અત્યારે મારો ખરાબ સમય ચાલી રહ્યો છે. તમારો પણ આવશે. જેટલું કરવું હોય કરી લો, હું નહીં હારું. અહીં નોંધનીય છે કે બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી ત્યારે મોડેલ ગહના વશિષ્ઠ તેના સમર્થનમાં આવી હતી. ફેબ્રુઆરીમાં આ કેસમાં મલાડના મડ આયલેન્ડમાં મોડેલ ગહના વશિષ્ઠની ધરપકડ કરાઈ હતી.
તેના પર પોર્ન ફિલ્મ બનાવવાનો આરોપ છે. હાલ ગહના જામીન પર બહાર આવી છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મોડેલ ગહના વશિષ્ઠે અમારા સહયોગી નવભારત ટાઈમ્સ ઓનલાઈન સાથે વાતચીત કરતા અનેક ખુલાસા કર્યા હતા. ગહનાએ એમ પણ જણાવ્યું હતું કે તે રાજ કુન્દ્રાની ત્રણ ફિલ્મ ડાયરેક્ટ કરવાની હતી, જેમાંથી એક ફિલ્મ માટે શમિતા શેટ્ટીને સાઈન કરાઈ હતી, પરંતુ શૂટિંગના ચાર દિવસ પહેલા પોલીસે તેને પકડી લીધી હતી.SSS