ગહેરાઈયાંમાં સિદ્ધાંત સાથે અંતરંગ દ્રશ્યો સરળ ન હતા
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ગહેરાઈયાંને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં આધુનિક યુગના ગૂંચવાયેલા સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કારવા અને અનન્યા પાંડે લીડ રોલમાં છે.
આ ફિલ્મમાં દીપિકા અને સિદ્ધાર્થ વચ્ચે અંતરંગ દ્રશ્યો ફિલ્માવાયા છે. દીપિકાનું કહેવું છે કે, આવા દ્રશ્યો શૂટ કરવા સરળ નથી પરંતુ ફિલ્મમેકર શકુન બત્રાએ સેટ પર સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું હતું. ફિલ્મની વર્ચ્ચુઅલ ટ્રેલર ઈવેન્ટમાં દીપિકા પાદુકોણે ફિલ્મના સેટ પર સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા બદલ ડાયરેક્ટર શકુન બત્રાના વખાણ કર્યા હતા.
દીપિકાએ કહ્યું, શકુને સુનિશ્ચિત કર્યું હતું કે અમે બધા સેટ પર સહજતા અને સુરક્ષા અનુભવીએ કારણકે ઈન્ટીમસી સરળ નથી. અમે આ ફિલ્મમાં જે પ્રકારે ઈન્ટીમસી દર્શાવી છે તે અગાઉ ભારતીય સિનેમામાં ક્યારેય બતાવાઈ નથી. બે વ્યક્તિઓ વચ્ચેની અંતરંગતા અને ર્નિબળતા ત્યારે જ સારી રીતે દર્શાવી શકાય જ્યારે ડાયરેક્ટ ફક્ત લોકોનું ધ્યાન ખેંચવા માટે તે બતાવતો ના હોય.
પાત્રો ત્યાંથી આવે છે, તેમના અનુભવો અને જર્ની પરથી. તમે જ્યારે સુરક્ષિત અનુભવો ત્યારે જ અંતરંગતા પડદા પર દેખાડી શકો છો, તેમ દીપિકાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આ ફિલ્મમાં ઈન્ટીમસી ડાયરેક્ટર તરીકે મેકર્સે દર ગાઈને કમાન સોંપી હતી. ૩૬ વર્ષીય દીપિકાએ વધુમાં જણાવ્યું કે, ગહેરાઈયાંમાં અલિશાનો રોલ ભજવવા માટે તેણે પોતાના રિયલ લાઈફ અનુભવોને વાપર્યા હતા.
હું આ ફિલ્મને બોલ્ડ કહીશ પણ અને નહીં પણ કારણકે બોલ્ડ ફિલ્મોની આપણે ત્યાં સમજણ અલગ છે. હું કહીશ કે આ ફિલ્મ રૉ છે. આ પાત્ર અન્ય પાત્રોની સરખામણીમાં ઘણું વધારે વાસ્તવિક અને રૉ છે. જ્યારે તમારે સ્ક્રીન પર ઈમોશનલી ર્નિબળ અને નગ્ન થવાનું હોય ત્યારે આ અનુભૂતિ કોઈક ઊંડે ખૂણેથી આવે તે જરૂરી છે.SSS