ગાંગુલીએ ચાર માસમાં ૨૨ વખત કોરોનાના ટેસ્ટ કરાવ્યા
ગાંગુલીએ કોરોના મહામારી વચ્ચે પ્રતિબધ્ધતા પૂર્ણ કરવા માટે ટેસ્ટ કરાવ્યા જેમાં એકમાં પણ પોઝિટિવ ન આવ્યા
કોલકાતા, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે ખુલાસો કર્યો છે કે તેઓએ ૨૨ વખત કોરોના ટેસ્ટ કરાવ્યા છે. ગાંગુલીએ કહ્યું કે કોરોના મહામારી વચ્ચે છેલ્લા સાડા ચાર મહિનામાં, તેમણે પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરવા માટે લગભગ ૨૨ કોવિડ -૧૯ ટેસ્ટ કરાવ્યા હતા. આઈપીએલની ૧૩ મી સીઝનને કારણે બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલી ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી યુએઈમાં હતા. વર્ચ્યુઅલ મીડિયા કોન્ફરન્સ ‘લિવિંગાર્ડ એજી’ ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમણે કહ્યું કે ૨૨ વાર કોરોના તપાસ કર્યા પછી પણ તેઓ પોઝિટીવ નથી આવ્યા.
જ્યારે તેની આસપાસના લોકો પોઝિટીવ જોવા મળ્યા હતા. આ કારણોસર, કદાચ તેમને કોવિડ -૧૯ તપાસ પણ કરવી પડી હતી.બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે તે તેમના વૃદ્ધ માતા-પિતા સાથે રહે છે. તે દુબઈ પણ ગયો હતો. શરૂઆતમાં, તે પોતાના માટે, પણ બાકીના લોકો માટે ખૂબ જ ચિંતિત હતો બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે મને સતત ચિંતા એ સતાવતી રહી કે ક્યાંક મારા કારણે તેમને ચેપ ન લાગે. હાલ સમય એવો આવી રહ્યો છે કે લોકોએ ખુબજ સંભાળીને રહેવુ જોઇએ.SSS