ગાંઘીના હત્યારાઓમાં સાવરકરનું નામ નોંધાયેલું હતુંઃ દિગ્વિજયસિંહ
હું અને કાંતિલાલ ભુરિયા સક્રિય રાજનીતિમાં લાંબા સમયથી છીએ અને હવે અમે એક એવી ઉમરમાં આવી ચુકયા છીએ કે જયાંથી અમારે સંન્યાસ લઇ લેવો જોઇએ |
ઝાબુઆ, ભાજપ દ્વારા મહારાષ્ટ્ર ચુંટણીઓ માટે જારી ધોષણા પત્રમાં જયારથી એ વાતની જાહેરાત કરવામાં આવી છે કે જા તેમની રાજયમાં સરાર બનશે તો તે વીર સાવરકરને ભારત રત્ન આપવા માટે કેન્દ્રને પ્રસ્તાવ મોકલશે.આ વાતથી દેશના તમામ વિરોધ પક્ષોએ ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ છે.વિરોધ પક્ષ એમ કહીને ભાજપ પર પ્રહારો કરી રહ્યાં છે કે તે એક એવા વ્યક્તિને કેવી રીતે ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યાં છે જેમના પર દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ થવાનો આરોપ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું છે કે વીર સાવરકરના જીવનના બે પાસાઓ હતાં પહેલામાં તેમને દેલમાંથી પાછા ફર્ય બાદ આઝાદીની લડાઇમાં ભાગીદારી અને બીજુ પાસુ તેમનું રાષ્ટ્રપતિની હત્યામાં સામેલ થવું દિÂગ્વજયસિંહે કહ્યું કે સાવરકરના જીદગના બે પાસા હતાં.જેમાં પહેલા પાસામાં અંગ્રેજાથી માફી માંગ્યા બાદ પાછા ફરવા પર સ્વાધીનતા સંગ્રામમાં તેમની ભાગીદારી અને બીજુ સાવરકરનું નામ મહાત્મા ગાંધીની હત્યાના મામલામાં કાવતરૂ રચનારાઓ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.
દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે આપણે એ ભુલવું જાઇએ નહીં કે મહાત્મા ગાંધીની હત્યા કરનારા ષડયંત્રકારીઓની યાદીમાં સાવરકરનું નામ પણ હતું તેઓ તો માફી માંગીને પાછા ફર્યા હતાં. મધ્યપ્રદેશના બે વાર મુખ્યમંત્રી રહી ચુકેલ દિગ્વિજયસિંહે એક રેલીને સંબોધિત કરતા ઇશારો કર્યો હતો કે હવે તે સક્રિય રાજનીતિથી સંન્યાસની જાહેરાત કરી શકે છે. ઝાબુઆના બોરી વિસ્તારના પોતાના વિશ્વાસપાત્ર અને પાર્ટીના ઉમેદવાર કાંતિલાલ ભુરિયા માટે આયોજિત રેલીમાં તેમણે કહ્યું હતું કે હું અને કાંતિલાલ સક્રિય રાજનીતિમાં લાંબા સમયથી છીએ અને હવે અમે એક એવી ઉમરમાં આવી ચુકયા છીએ કે જયાંથી અમારે સંન્યાસ લઇ લેવો જાઇએ.
દિગ્વિજયસિંહે કહ્યું કે હવે અમે યુવા પેઢીને તૈયાર કરી રહ્યાં છીએ જે અમારી સાથે કામ કરી રહી છે દિગ્વિજયના આ નિવેદનથી રાજનીતિ વર્તુળોમાં તેમના સંન્યાસ લેવા સંકેત માનવામાં આવી રહ્યો છે જે ૧૬ વર્ષના અંતર બાદ કેટલાક મહીના પહેલા જ લોકસભા ચુંટણી માટે મેદાનમાં ઉતર્યા હતાં જયાં તેમને ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરથી હારનો સામનો કરવો પડયો હતો.