ગાંજાના છોડ નંગ ૧૭૩ તથા સુકો ગાંજાે મળી કુલ 3 લાખનો મુદ્દામાલ પકડાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/1302-Manhar-makrani.jpg)
દાહોદમાં ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની સાથે સાથે યુવાધન હવે ગાંજાે ચરસ જેવા નશીલા પદાર્થના સેવન તરફ વળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તેવા સમયે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા દાહોદને મળેલ બાતમીના આધારે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા દાહોદ એસ.ઓ.જી તથા લીમડી પોલીસના અધિકારી કર્મચારીઓની ટીમોને સાથે લઈ ઝાલોદ તાલુકાના વરોડ ગામે સુરપળી ફળિયામાં રહેતા ત્રણ વ્યક્તિઓના ખેતરો તથા ઘરોમાં સાગ માટે ઓચિંતા છાપા મારી
વાવેતર કરી ઉછેરેલા ગાંજાના છોડ નંગ ૧૭૩ તથા સુકો ગાંજાે મળી કુલ રૂપિયા ૨.૯૨.૬૦૦/- ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડી કબજે લઇ ત્રણ વ્યક્તિઓ પૈકી બે જણાની ધરપકડ કર્યા તેમજ એક વ્યક્તિ ઘરે હાજર ન હોવાથી તેની ધરપકડ થઈ ન શકી હોવાનું જાણવા મળ્યું છે
પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુરપ ળી ફળિયામાં રહેતા સુરેશભાઈ વાલા ભાઈ નીનામા અરવિંદભાઈ ઉર્ફે કાળુ ભાઈ મગનભાઈ મકવાણા તથા મગન ભાઈ વીરાભાઇ ડામોર એમ ત્રણેય જણા પોતાના કબજા ભોગવટાના માલિકીના ખેતરોમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની બાતમી
દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા વિજયસિંહ ગુર્જરને મળતા તેઓએ ગતરોજ સાંજે ૬ વાગ્યાના સુમારે દાહોદ એસ.ઓ.જી પી. આઈ એચ પી કરેણ પી.એસ.આઇ બી એ પરમાર તથા એસ.ઓ.જી શાખાના પોલીસ કર્મીઓ તેમજ લીમડી પી.એસ.આઇ એમ એલ ડામોર તથા
તેમના તાબાના પોલીસ કર્મીઓની ટીમને સાથે રાખી ઝાલોદ તાલુકાના વરોડ ગામે સુરપળી ફળિયામાં જઈ બાતમી વાળી જગ્યાની તપાસ કરી સુરેશભાઈ વાલાભાઈ નીનામા અરવિંદભાઈ ઉર્ફે કાળુભાઈ મગનભાઈ મકવાણા તથા મગનભાઈ વીરાભાઇ ડામોરના કબજા ભોગવટાના ખેતરો તથા ઘરોમાં સાગમટે છાપો મારી ખેતરોમાંથી રૂપિયા ૨.૬૮.૬૦૦/- નિકુલ કિંમતના વાવેતર કરી ઉછેર કરેલ
૨૬ કિલો ૮૬૦ ગ્રામ વજનના ગાંજાના છોડ નંગ – ૧૭૩ તથા ત્રણેયના ઘરોમાંથી રૂપિયા ૨૪ હજારની કુલ કિંમતનો બે કિલો ૪૦૦ ગ્રામ વજનનો સુકો ગાંજાે મળી કુલ ૨૯ કિલો ૨૬૦ ગામ વજનનો રૂપિયા ૨.૯૨.૬૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ સુરેશભાઈ વાલાભાઈ નિનામા તથા અરવિંદભાઈ ઉર્ફે કાળુ ભાઈ મગનભાઈ મકવાણા ની ધરપકડ કરી હતી જ્યારે મગન ભાઈ વીરાભાઇ ડામોર તે સમયે ઘરે હાજર ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી શકી ન હતી.