Western Times News

Gujarati News

ગાંજાનો જથ્થો લઈ જઈ રહેલો મોસ્ટ વોન્ટેડ આરોપી અંકલેશ્વર GIDC પોલીસે ઝડપ્યો

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ એસઓજી પોલીસે પ મહિના પહેલા સારંગપુર ગામની મંગલદીપ સોસાયટી નજીકથી સીફ્‌ટ ડિઝાયર ગાડી માંથી ૧૦ કિલો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જેનો આરોપી છેલ્લા પ માસથી વોન્ટેડ હોય જેને ગડખોલ પાટીયા નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજીની ટિમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યા માંથી વનસ્પતિજન્ય માદક પર્દાર્થ ગાંજો ભરેલી સીફ્‌ટ ડિઝાયર ગાડી નંબર જેએચ ૦૪ યુ ૫૨૨૫ ગત તારીખ ૩૧-૦૧-૨૦૨૪ ના રોજ મળી આવી હતી.જેના પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ૧૦.૦૦૩ કિલો ગાંજાનો જથ્થો,

સીફ્‌ટ ડિઝાયર ગાડી અને એક મોબાઈલ મળી કુલ ૬,૧૦,૦૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

આ ગુનાનો વોન્ટેડ આરોપી છેલ્લા પ મહિનાથી નાસતો ફરતો હોય જે અંકલેશ્વરનાં ગાડખોલ પાટિયા નજીક હોવાની બાતમી એસઓજી પોલીસના અ.હે.કો. રવીન્દ્ર નૂરજીને મળેલ બાતમીના આઘારે તપાસ કરતાં મળી આવ્યો હતો.

તેની પૂછપરછ કરતા તેનું નામ દિપક હર્દય નરાયણ મંડલ ઉ.વ.૩૫ રહે, મંગલદીપ સોસાયટી,લક્ષ્મણ નગર પાસે રાજપીપળા રોડ,સારંગપુર અંકલેશ્વર હોવાની કબૂલાત કરતા તેની સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઈ મુજબ અટકાયત કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.