ગાંઠીયોલની આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર હાઇસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ભવ્ય ઉજવણી
મોડાસા: શ્રીમતી આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર હાઇસ્કૂલ,ત ગાંઠીયોલમાં શ્રી રમેશભાઈ સી દેસાઈ (પ્રમુખશ્રી શ્રીમદ જેશીંગ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ) ના અધ્યક્ષ સ્થાને પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે આચાર્ય શ્રી પ્રવિણસિંહ સિસોદિયા, સ્ટાફ, આદર્શ કેળવણી મંડળ ના ઉપપ્રમુખ શ્રી ફલજીભાઇ પટેલ, ટ્રસ્ટી શ્રી વીરાભાઇ પટેલ, શ્રી હેમાભાઇ પટેલ, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.હતો.
બાળકોને પ્રોત્સાહન રૂપે ઈનામ માટે ફાળો પણ આપ્યો. કાર્યક્રમના સમાપન બાદ આદર્શ કેળવણી મંડળ, ગાંઠીયોલ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે ત્રીજી મીટીંગ યોજવામાં આવી જે અંતર્ગત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્નેહમિલન તથા ટ્રસ્ટીગણ ના ઋણસ્વીકાર કાર્યક્રમ માટે કોર કમિટીની રચના કરવામાં આવી છે તેમજ આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર હાઈસ્કૂલના પ્રા. વિભાગ, માં. અને ઉત્તર.મા. વિભાગ છાત્રાલય તેમજ બાલમંદિર ને એક નેજા હેઠળ લાવવા શ્રીમદ જેશીંગ બાપા શૈક્ષણિક સંકુલ નામ રાખવાના શ્રી આદર્શ કેળવણી મંડળના ઠરાવને સર્વાનુમતે અનુમોદન આપ્યું. ભાવિ કાર્યક્રમ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.