ગાંઠીયોલ હાઈસ્કૂલનું ગૌરવ :ટીએસટી સ્કોલરશીપ પરીક્ષામાં રાજયમાં પ્રથમ

મોડાસા: શ્રીમદ્દ જેશીંગબાપા શિક્ષણસંકુલ,ગાંઠીયોલમાં આનંદીબેન પ્રેમુભાઇ ઠાકર હાઈસ્કૂલમાં ધો -9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ સાક્ષી અશોકભાઈએ સ્કોલરશીપની પરીક્ષા (ટી એસ ટી )માં 182 ગુણ મેળવી રાજ્યમાં સર્વ પ્રથમ આવેલ છે તેમજ પટેલ ખુશી જનકભાઈ કલા ઉત્સવ માં જિલ્લા માં પ્રથમ સ્થાન મે7ઉળવી રાજ્ય માં શાળા ના શિક્ષક શ્રી કે. પી. મહેતાના માર્ગદર્શન નીચે ભાગ લીધેલ છે. શાળાનું નામ રોશન કરવા બદલ બંને દીકરીઓ ને શાળા પરિવાર તથા આદર્શ કેળવણી મંડળ, ગાંઠીઓલ -બ્રહ્મપુરી અભિનંદન પાઠવે છે.