Western Times News

Gujarati News

ગાંધીગ્રામ રેલ્વે ફાટક ૯૦ દિવસ માટે બંધ

Files Photo

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ-બોટાદ રેલ્વે લાઈનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં ફેરવવાના કામ અંતર્ગત ગાંધીગ્રામ રેલ્વે ફાટક તા.૧પમીને મેંગળવારથી ૯૦ દિવસ માટેે બંધ રાખવામાં આવેલ છે. અમદાવાદ શહરમાં રેલ્વે વિકાસ નિગમ દ્વારા અમદાવાદ બોટાદ વચ્ચેની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી ચાલી રહી છે.

ગાંધીગ્રામ રેલ્વે ફાટક પર નવા ગેટ નાંખવા, પેવર કામ, ફેબ્રિકેશન વર્ક, ફેન્સીંગ અને નવા રોડ બનાવવાની કામગીરી ઉપરાંત નવો પેડેસ્ટ્રીયન સબ-વે આરસીસી પવર બ્લોક્સ, રંગકામ, ઈલેકટ્રીફિકેશન જેવા કામકાજ કરવાના હોવાથી આ ફાટક તા.૧પમી જૂનાથી ૧પમી સપ્ટેમ્બર સુધી તમામ પ્રકારના વાહનની અવરજવર કરવા માટે બંધ રહેશે.

મીઠાખળી ગામથી આશ્રમ રોડ તરફ આવવા જવા માટે મીઠાખળી અંડરપાસનો ઉપયોગ કરી શકાશે. અમદાવાદ બોટાદ રેલ્વે મીટરગેજ બ્રોડગેજમાં ફેરવવાનું કામ ચાલી રહ્યું છે અને ફાટક પરના ગેટ, ફેબ્રિકેશન વર્ક વગેરેના અનેક કામો કરવાના હોવાથી મંગળવારથી ૯૦ દિવસ સુધી ગાંધીગ્રામ ફાટક બંધ કરવામાં આવેલ છે. જેથી વાહનચાલકોએ અન્ય તથા મીઠાખળી અંડરપાસનો રસ્તો ઉપયોગ કરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.