Western Times News

Gujarati News

ગાંધીજયંતિ નિમિતે સોખડા સ્થિત જગાજી તપોવન INYCએ ગો ગ્રીન પ્લેજનો સંકલ્પ લીધો

વડોદરા : INYC, વડોદરા નજીક સોખડા (Sokhda, Vadodara) સ્થિત છે. જે છેલ્લા ચાર વર્ષથી નેચરોપેથી અને યોગા પર કામ કરી રહ્યા છે. 2 ઓક્ટોબર 2019: ગાંધી જયંતી અને નેચરોપેથી ડે પર, INYCએ ગો ગ્રીન પ્લેજનો ઉપયોગ કરવા અને સિંગલ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાના સંકલ્પ સાથે દિવસને જુદી જુદી રીતે ઉજવ્યો. આ અવેરનેસ અભિયાનમાં INYCના 150થી વધારે લોકોને ટીમે સંકલ્પ લેવડાવ્યો અને વાસદ ટોલ નાકા પર 500થી વધુ લોકોને કોટન બેગ્સનું વિતરણ કર્યું. 2જી ઓક્ટોબરને નેચરોપેથી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. સોખડાના સરપંચ  – રાજુભાઈ બાબુભાઇ પટેલ (Sokhda sarpanch Babubhai Patel) અને INYCના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચુનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં

શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું કે, (Anilbhai Patel)  “સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ ના થાય એ માટે અમે 500 કોટનની બેગ્સનું વિતરણ કર્યું. લોકો વચ્ચે બેગનું વિતરણ કરતી વખતે તેમને ફક્ત કોટન બેગ્સ અથવા ઇકો ફ્રેન્ડલી બેગનો (Eco friendly cotton bags ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.”

અમે અમારા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi for Plastic free india) ઝુંબેશને આગળ વધારવા માંગીએ છીએ. અમે વધુને વધુ લોકોને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરીશું. તેથી પર્યાવરણનું રક્ષણ થશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે અમે લોકોને જાગૃત કરવા માટે અભિયાન પણ ચલાવીશું, કારણ કે તે આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.