ગાંધીજી અને પંડિત નહેરૂ વિષે બફાટ કરનાર શિક્ષક સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
વડોદરા, વડોદરાની પાર્થ સ્કુલના એક શિક્ષકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ માટે કરેલી ટીપ્પણીના મામલે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ સાથે આવા શિક્ષકની સામે આકરા પગલાં ભરવાની જીલ્લા કલેકટર તથા શાળા સંચાલકોને રજુઆત કરી હતી.
કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કુલના સમાજશાસ્ત્રના શિક્ષક રાજુ ભટ્ટ દ્વારા કેટલાંક દિવસથી વિદ્યાર્થીઓને સ્કુલમાં અને ઓન લાઈન ભણાવતી વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના ઈતિહાસને તોડી મરોડીને રજુ કરી
આઝાદીના હીરોને ઠેસ પહોંચાડી હોવાનુૃ વડોદરા શહેર કોેંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ, વીએમસીના વિપક્ષી નેતા અમી રાવત, મ્યુનિસિપલ કાઉન્સીલર ચંદ્રકાંત ભથ્થુ, ઋત્વીજ જાેષી, અમીત ઘોટીકર, નિલા શાહ, વગેરની આગેવાની હેઠળ કલેકટર આર.બી. બારડને આવેદન પત્ર આપી ઈતિહાસ જાેડે ચેડા કરી
વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ વિરોધનો પાઠ ભણાવતા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તેના પર દેશદ્રોહીનો મુકદ્દમો ચલાવવામાં આવેે એવી વડોદરા શહેર કોંગ્રેસની માંગણી હતી.
વડોદરા પાર્થ સ્કુલના શિક્ષક રાજુ ભટ્ટ દ્વારા સમાજશાસ્ત્રના અભ્યાસ સમયે વિદ્યાર્થીઓને એવું જણાવ્યુ હતુ કે વર્ષો પહેલાં ગોરખપુરમાં ઉપવાસ ઉપર ઉતરેલા ભારતીય લોકો ઉપર પોલીસેે લાઠીચાર્જ કરી ઘાયલ કર્યા હતા. અને તેેમાં કેટલાંકના મોત પણ થયા હતા. એ પછી લોકોએ ઉશ્કેરાઈનેે પોલીસ સ્ટેશનમાં ફરજ પર બ્રિટીશ ભાઈને મારી નાંખ્યા હતા. તેથી ગાંધીજીને ઝટકો લાગ્યો હતો. ત્યારે કેટલાંય ભારતીયને મારો પણ બ્રિટીશ ભાઈ મરવો ન જાેઈએ. એવી પોલીસી ગાંધીજી અને નહેરૂની હતી.
બીજા વક્તવ્યમાં રાજુ ભટ્ટે જણાવ્યુ હતુ કે ગાંધીજી અને નહેરૂની મીલીભગત હતી. ગાંધીજી સ્વદેશી સ્વદેશી કરતા હતા અને નહેરં વિદેશી વિદશી કરતા હતા. નહેરૂ પ્રધાન મંત્રી બન્યા પછી પપપ સિગાર લેવા માટે ચાર્ટર્ડ વિમાન વિદેશ મોકલવામાં આવતુ હતુ. અને નહેરૂ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર્ડ પ્લેનમાં થતી હતી.
શિક્ષક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યુ હતુ કે નહેરૂ નવાબો સાથે પાર્ટી કરતા હતા અને લોકો ભૂખેથી તરસતા હતા કોંગ્રેસમાં કોઈ ગરીબ પરિવાર છે ખરા, બધા ચોર છે.