‘ગાંધીજી’ વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન
પ્રથમ ઇનામ ૨ લાખ, દ્રિતીય ઇનામ ૧ લાખ, તૃતિય ઇનામ ૫૦ હજારનો પુરસ્કાર. –દરેક કેટેગરીમાં ૫૦ હજારના ત્રણ સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર
નડિયાદ- પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે ગુજરાત સરકાર-માહિતી નિયામક્ની કચેરી દ્વારા એક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાનો વિષય “ ગાંધીજી” રાખવામાં આવ્યો છે. કુલ ચાર કેટેગરીમાં (૧) પ્રોફેશનલ ફિલ્મ મેકર્સ (૨) અમેચ્યોર ફિલ્મ મેકર્સ (૩) સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ (૪) માહિતી ખાતાના પૅનલ પરના પ્રોડયુસર ભાગ લઇ શક્શે. તેમજ વિજેતાને પ્રથમ ક્રમે – રૂ. ૨,૦૦,૦૦૦/- દ્રિતીય ક્રમે રૂ. ૧,૦૦,૦૦૦/- તૃતીય ક્રમે રૂ. ૫૦,૦૦૦/- અને દરેક કેટેગરીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડના રૂા.૫૦,૦૦૦/-ના ત્રણ પુરસ્કાર આપવામાં આવશે.
આ શોર્ટ ફિલ્મની અવધિ : લધુતમ ૧ મિનિટ અને મહત્તમ ૨ મિનિટની જ રાખવામાં આવી છે. શોર્ટ ફિલ્મ મોકલવાની છેલ્લી તારીખ ૨૫-૧૦-૨૦૧૯ સુધીની જ છે. આ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ફિલ્મ સર્જકો માટે નિયત ફોર્મ, બાંહેધરી પત્રક અને માર્ગદર્શિકા www.gujaratinformation.net ઉપલબ્ધ છે.