ગાંધીધામના ડોક્ટર રસી લીધા બાદ કોરોના સંક્રમિત થયા
ð હાલ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોના રસીને કોરોના મહામારી સામે સંજીવની બૂટી તરીકે જાેવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સને આ રસી આપવામાં આવી રહી છે. તેવામાં કચ્છના ગાંધીધામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. ગાંધીધામમાં રસી લીધા બાદ એક ડોક્ટર કોરોના સંક્રમિત થતાં ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની જાણકારી મુજબ ગાંધીધામમાં આવેલી રામબાગ હોસ્પિટલમાં ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો.અનુજ શ્રીવાસ્તવે ૧૬ જાન્યુઆરીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધા બાદ તેઓમાં કોઈ આડઅસર જાેવા મળી ન હતી. અને તેઓ સંપુર્ણ સ્વસ્થ રહ્યા હતા. પણ તેઓને થાક, તાવ અને ખાંસી જેવા લક્ષણો દેખાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા.
રસી લીધા બાદ ડોક્ટર કોરોના પોઝિટિવ આવતાં ચકચાર મચી જવા પામી છે. પણ જાણકારોના કહેવા અનુસાર ડો. અનુજે કોરોના રસીનો એક જ ડોઝ લીધો હતો. જ્યારે તેઓનો બીજાે ડોઝ બાકી છે. કોરોના રસી મેન્યુફેક્ચર અનુસાર કોરોના રસી મૂકાવ્યા બાદના ૨૦ દિવસ બાદ કોરોનાથી સંપુર્ણ સુરક્ષા મળે છે. તેનો મતલબ એવો થયો કે, હાલ દેશમાં જે રસીકરણ અભિયાન ચાલે છે તેમાં હજુ બધાને પ્રથમ ડોઝ જ અપાયો છે. અને બીજા ડોઝ માટેનું અભિયાન હજુ શરૂ થયું નથી. તેવામાં હાલનાં રસીકરણ અભિયાનમાં રસી લીધેલ લોકોએ પણ ખાસ સાવચેતીની જરૂર છે.SSS