ગાંધીધામ-જાેધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે દોડશે કુલ ૩ જાેડી સ્પેશ્યલ ટ્રેનો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Indian-railways-1024x576.jpg)
Files Photo
અમદાવાદ, રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-જાેધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે કુલ ૩ જાેડી સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર ૦૨૪૮૪/૦૨૪૮૩ ગાંધીધામ-જાેધપુર-ગાંધીધામ (ત્રિ સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશ્યલ ઃ ટ્રેન નંબર ૦૨૪૮૪ ગાંધીધામ – જાેધપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ ૧૧ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ગાંધીધામથી રાત્રે ૨૨ઃ૦૦ વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે ૦૬ઃ૪૫ વાગ્યે જાેધપુર પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૨૪૮૩ જાેધપુર – ગાંધીધામ સ્પેશ્યલ ૧૦ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે જાેધપુરથી ૨૧ઃ૧૦ વાગ્યે ચાલીને બીજા દિવસે ૦૬ઃ૦૫ વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન સામાખ્યાલી, રાધનપુર, ભીલડી, મારવાડ ભીનમાલ અને જાલૌર સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે. ટ્રેન નંબર ૦૪૮૨૦/૦૪૮૧૯ સાબરમતી-ભગત કી કોઠી-સાબરમતી સ્પેશ્યલ ઃ ટ્રેન નંબર ૦૪૮૨૦ સાબરમતી – ભગત કી કોઠી સ્પેશ્યલ ૧૧ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી ૦૭ઃ૪૫ વાગ્યે ચાલીને તે જ દિવસે ૧૬ઃ૨૦ વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૪૮૧૯ ભગત કી કોઠી – સાબરમતી સ્પેશ્યલ ૧૦ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિદિન ૧૧ઃ૨૫ વાગ્યે ચાલીને તે જ દિવસે ૨૦ઃ૦૦ વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી, ડુંડારા અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે. ટ્રેન નંબર ૦૪૮૦૪/૦૪૮૦૩ સાબરમતી-ભગત કી કોઠી-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશ્યલ ઃ ટ્રેન નંબર ૦૪૮૦૪ સાબરમતી – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશ્યલ ૧૦ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી ૨૧ઃ૫૦ વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે ૦૬ઃ૦૦ વાગ્યે ભગત કી કોઠી પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૪૮૦૩ ભગત કી કોઠી-સાબરમતી સ્પેશ્યલ ૧૦ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિદિન ભગત કી કોઠી થી ૨૧ઃ૩૦ વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે ૦૫ઃ૩૦ વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી અને લુણી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે. ટ્રેન નંબર ૦૪૮૦૪, ૦૪૮૨૦ અને ૦૨૪૮૪ નું બુકિંગ ૬ એપ્રિલ ૨૦૨૧ થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. મુસાફરો ટ્રેન સંચાલન, આવર્તન અને ઑપરેટિંગ દિવસો તથા સ્ટોપજ પર વિસ્તૃત માહિતી માટે વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.