Western Times News

Gujarati News

ગાંધીનગરના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીની પડોશી સાથે તકરારથી બન્ને પક્ષે ફરિયાદ

અમદાવાદ: નવરંગપુરા રોડ પર હોટલ પ્રેસિડન્ટની ગલીમાં આવેલી વિજયપાર્ક સોસાયટીમાં રહેતાં ગાંધીનગરના ઉદ્યોગ અને ખાણ વિભાગના જનરલ મેનેજરને પાડોશી સાથે મે મહિનામાં તકરાર થઈ હતી. આ મામલે બંને પક્ષે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ૫૨ દિવસ બાદ ગુરુવારે સામસામે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગાંધીનગરના ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ફરજ બજાવતા ડાૅ. મનીષ જશુભાઈ શાહના પત્ની ટીનાબેને પાડોશી હિમાંશુ ધ્રુવ અને તેમના પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેમાં ટીનાબેને જણાવ્યું છે કે, મારા પતિએ અમારા ઘરના ઝાંપા પાસે બાઈક પાર્ક કરવાની ના પાડતાં સામેવાળાએ ઉશ્કેરાઈ બોલાચાલી કરી તકરાર કરી હતી. આરોપીઓ સાવરણી લઈને ટીનાબેનની દીકરીને મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત ગત તા.૬ જૂનના આરોપીઓ મહિલા અને તેની પુત્રીએ ટીનાબેનના ઘરના ઝાંપાને જાેરજાેરથી પછાડી નુકશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બન્ને ઘટનાના વીડિયો પણ તેઓએ રજૂ કર્યા છે. પાડોશીના આ પ્રકારના વર્તનને પગલે ફરિયાદીના વૃદ્ધ સાસુ-સસરા પણ ડિપ્રેશનમાં આવી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. આરોપી નિપાબહેન ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અવારનવાર હેરાન કરતા હોવાથી પોતે અને તેમના પરિવારજનો અસુરક્ષા અનુભવી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

બીજી તરફ સામા પક્ષે નિપાબેન ધ્રુવે ડાૅ મનીષ શાહ, તેમની પુત્રી નિરાલી અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેમાં મનિષભાઈએ ફરિયાદીની જગ્યામાં દીવાલ બનાવી દીધાનો તેમજ બાઈક પાર્ક કરવા મુદ્દે તકરાર કર્યાનો આક્ષેપ કર્યો હતો. મનીષ શાહે ફરિયાદીને ધમકી આપી હતી કે, હું કલાસ વન અધિકારી છું. મારી ઓળખાણથી ખોટા કેસમાં ફસાવી ૧૨ મહિનામાં તારો બંગલો ખાલી કરાવી દઈશ. હાલ તો પોલીસે વાહન  સામાન્ય મુદ્દે થયેલી તકરારમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.