નવ વર્ષની બાળકીએ પોતાના ૨૪ વર્ષીય કાકાની આત્મહત્યા પાછળનું રહસ્ય શોધી કાઢ્યું
અમદાવાદ, ગાંધીનગર ગામની એક નવ વર્ષની બાળકીએ પોતાના ૨૪ વર્ષીય કાકાની આત્યમહત્યા પાછળનું રહસ્ય શોધી કાઢ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બાળકી કાકાના ફોનમાં ગેમ રમતી હોવાને કારણે તે ફોનનો પાસવર્ડ જાણતી હતી, જેની મદદથી તેણે તેમનો ફોન ખોલી કાઢ્યો.
બાળકીએ મોબાઈલ ફોન ખોલ્યો તો પરિવારના લોકોને જાણવા મળ્યું કે મૃતકને છત્રાલના એક વ્યક્તિ તરફતી સતત ધમકી મળી રહી હતી. આમ આત્મહત્યા કરવા પાછળનું કારણ સામે આવી શક્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૪મી એપ્રિલની રાતે કલોલ તાલુકના મોખાસણ ગામમાં રહેતો ૨૪ વર્ષીય કેતન રાવલ ઘરેથી નીકળ્યો હતો અ પછી બીજા દિવસે સવાર સુધી ઘરે પાછો નહોતો ફર્યો.
પરિવારના લોકોએ શોધખોળ શરુ કરી પરંતુ કોઈ જગ્યાએ તેનો પતો નહોતો. ૧૫મી એપ્રિલની સવારે શોધખોળ દરમિયાન જ કેતનના ભાભીને ભાડોલ ગામના એક વૃક્ષ પર તે લટકતો જાેવા મળ્યો હતો. કેતનના પિતા પોપટ રાવલે આ બાબતે પોલીસને જાણ કરી અને કલોલ પોલીસની ટીમે કેસની તપાસ શરુ કરી. કેતનનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો અને પરિવારના લોકોએ તેની અંતિમ ક્રિયા કરી.
કલોલ પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો અને મૃતકના ઘરે તેમજ અન્ય સ્થળોએ સ્યુસાઈડ નોટની શોધખોળ શરુ કરવામાં આવી. ૧૭મી એપ્રિલની સવારે જ્યારે કેતન રાવનું બેસણું હતું ત્યારે નવ વર્ષની રિયા પોપટ રાવલ પાસે આવી અને કહ્યું કે કેતનને છત્રાલના વિષ્ણુજી ઠાકોર નામના એક વ્યક્તિ સાથે લડાઈ ચાલી રહી હતી.
FIR અનુસાર, રિયાએ પોપટ રાવલને જણાવ્યું કે તે કેતનના ફોનમાં ગેમ રમતી હોવાને કારણે તેને પાસવર્ડ ખબર હતો. તેણે ફોન ખોલ્યો અને પરિવારના અન્ય સભ્યોને પણ બતાવ્યો.
પરિવારના સભ્યોને જાણકારી મળી કે વિષ્ણુજી ઠાકોરને શંકા હતી કે કેતન અને તેમની દીકરી રિલેશનશિપમાં છે, માટે તે સતત કેતનને ધમકાવતા રહેતા હતા. ઉલ્લેખનીય છે કે કેતનના પરિવારને ફોનમાં ઓડિયો રેકોર્ડિંગ પણ મળ્યા, જેમાં વિષ્ણુજી ઠાકોરે તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
પોપટ રાવલે પોલીસને જણાવ્યું કે ૧૪મી એપ્રિલના રોજ વિષ્ણુજીએ કેતનને ૧૫ ફોન કર્યા હતા, ત્યારપછી જ તે ઘર છોડીને નીકળ્યો હતો અને આત્મહત્યા કરી હતી. ફોનમાંથી મળેલી માહિતીને આધારે કલોલ પોલીસે આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો નોંધ્યો છે.SSS