ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેષ મકવાણાની નિમણુંક
ગાંધીનગર, હાલ જ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બહાર આવ્યા હતા જેમાં ભાજપને ઐતિહાસિક જીત મળી હતી. ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકો માંથી ૪૧ બેઠકો પર ભાજપની જીત થઈ હતી, ૨ પર કોંગ્રેસ અને ૧ પર આમ આદમી પાર્ટી જીત્યું હતું.
ત્યારે આજે શાસક પક્ષ ભાજપે નવા મેયર ની સત્તાવાર રીતે જાહેરાત કરતા જણાવ્યું કે વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર હિતેષ મકવાણાની ગાંધીનગરના મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હિતેષ મકવાણા જાણીતા ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે.
ગાંધીનગર મનપા ની સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ની પસંદગીની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરના પાંચમા મેયર બનતા હિતેષ મકવાણા. અઢી વર્ષ માટે અનામત હોવાથી મેયર પદ એસસી ઉમેદવારને આપવામાં આવ્યું છે.HS