Western Times News

Gujarati News

ગાંધીનગરના ફાર્મહાઉસમાં દારૂની પાર્ટી કરતા ૨૦ જબ્બે

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે કેટલાક લોકો દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવે છે. સાંતેજના શ્રમદીપ ફાર્મ હાઉસમાં મહેફિલ પર પોલીસે રેડ પાડી ૨૦ નબીરાઓને ઝડપી પાડ્યા છે. દારૂની આ મહેફીલમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનો પુત્ર પણ ઝડપાયો છે. સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના ૨૦ નબીરાને દારૂની મહેફિલ માણતાં સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ૭ ગાડી, ૨૧ મોબાઈલ સહિત રૂ. ૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિત્રની બર્થ ડે હોવાથી મહેફિલ માણવા ભેગા થયા હતા. ઝડપાયેલા નબીરાઓમાં અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલનો પુત્ર પણ સામેલ છે.

કલોલ ડિવિઝન ડીવાય.એસપી વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે, સાંતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને માહિતી મળી હતી કે રણછોડપુરાના શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ યોજાઈ રહી છે. આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ફાર્મહાઉસ કોનું છે વગેરે અંગે રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવશે.

પોલીસને તપાસ દરમિયાન તમામ યુવકો હાઈપ્રોફાઈલના હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી વિદેશી બ્રાન્ડનો જુદી જુદી કંપનીનો દારૂ આ પાર્ટી માટે મંગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમદાવાદ પોલીસે પણ દારૂની પાર્ટી પર રેડ કરતા કોલ સેન્ટર કિંગ નિરવ રાયચૂડા ઝડપાયો હતો. તેની પાસેથી પણ ઈમ્પોર્ટેડ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.