Western Times News

Gujarati News

ગાંધીનગરના માણસાના અમરાપુર ગામની નદીના કોતરમાં સગીરા પર ખૂની હુમલો

સુરતની ઘટનાનું પુનરાવર્તન ? -નદીનાં કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

(પ્રતિનિધિ) ગાંધીનગર, સુરતમાં સરાજાહેર ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમી દ્વારા કરાયેલી હત્યાના બનાવના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. તેના અઠવાડિયામાં જ પાટનગર ગાંધીનગરમાં એક પ્રેમીએ તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

ગાંધીનગરનાં અમરાપુર નદીનાં કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ બનવાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સગીરાના કાકાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી ત્રીજીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં સગીરાને સિવિલમાં સઘન સારવાર શરૂ કરાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ – ૧૨માં અભ્યાસ કરતી સગીરા આજે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. બાદમાં સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી.

ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો.

આ બાબતે બન્ને વચ્ચે કોઈ માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો. જેનો પ્રતિકાર કરતા સંજય ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ગળામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા.

જેનાં પગલે તેનાં કાકા પણ કોતરમાં દોડી ગયા હતા સ્થળ પર પહોંચેલી ૧૦૮ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરીને ગાંધીનગર સિવિલ લઈ આવી હતી.

સગીરાના કાકાએ જણાવ્યું હતું કે, અમે બે ભાઈ સંયુક્ત કુટુંબમાં રહીએ છે. આજે સગીરા પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી. ત્યારે સંજય ઠાકોર મારી ભત્રીજીને મારું નામ લઈને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. બાદમાં તેની સાથે બળજબરી કરી ગળું કાપવા કટર ગળાના ભાગે મારવા લાગ્યો હતો.

હાલમાં ભત્રીજીની સારવાર ચાલી રહી હોવાથી તેની વધુ પૂછતાંછ કરી નથી. પોલીસ દ્વારા હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.