ગાંધીનગરમાંથી એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો
ઋષિક દવે નામના શખ્સ પાસેથી એસઓજીએ ૭.૪૭ લાખનું ડ્રગ્સ ઝડપીને પૂછપરછ કરતા મોટા ખુલાસા થયા
ગાંધીનગર, આજની યુવાપેઢીને નશાને રવાડે ચઢાવવા માટે આજકાલ મોટા ષડયંત્રો થઈ રહ્યા છે. મોટા ભાગના કાવતરામાં પોલીસને પર્દાફાશ કરવામાં સફળતા પણ મેળવી છે. ત્યારે હાલ રાજ્યના પાટનગર ગાંધીનગર સેક્ટર ૨માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. એમડી ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે. એસઓજી પોલીસે રૂપિયા ૭.૪૭ લાખની એમડી ડ્રગ્સની ૧૫૧ ગોળી જપ્ત કરીને ઋષિક દવે નામના શખ્સને ઝડપ્યો છે. પોલીસની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે જેમાં અમદાવાદમાં મોટેરાના પીષુય સાલ્વીએ આ મુદ્દામાલ મોકલ્યો હતો. આ ઘટના સંદર્ભે ગાંધીનગર સેક્ટર – ૭ પોલીસમાં દ્ગડ્ઢઁજી હેઠળ ગુનો દાખલ થયો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ગાંધીનગર એસઓજી પોલીસે ઝડપ્યો હોવાના અહેવાલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે એમડી ડ્રગસની ૧૫૧ ગોળીઓ સાથે સેક્ટર ૨ માંથી રુષિક દવે નામના આરોપીને રંગેહાથે ઝડપ્યો છે. તેની પાસેથી મળેલો કુલ મુદ્દામાલમાં ૭,૪૭,૫૦૦ની કિંમતની ગોળી, મોબાઈલ કાર સહિત કુલ ૧૦, ૫૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોટેરાના પીયુષ સાલ્વીએ મુદ્દા માલ મોકલ્યો હોવાનુ સામે આવતા તેની સામે પણ સેક્ટર ૭ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો છે.SSS