Western Times News

Gujarati News

ગાંધીનગરમાંથી કોલ સેન્ટર પકડાયું, બે શખ્સો ઝડપાયા

પ્રતિકાત્મક

પોલીસને જાેઈને બે યુવાનોએ ૧૩માં માળેથી બારીમાંથી લેપટોપ તેમજ મોબાઇલ ફોન નીચે ફેંકી દીધા હતા

ગાંધીનગર: ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાયું છે. સાથે જ કોલ સેન્ટર ચલાવનારા બે વિદેશી વ્યક્તિઓની પણ ધરપકડ કરાઈ છે. બંને આરોપી યુવકો અફઘાનિસ્તાન અને મોઝામ્બિકના રહેવાસી છે. જેઓ અમેરિકાના લોકો સાથે નકલી કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરતા હોવાનુ સામે આવ્યું છે. બંને યુવકો અમેરિકનોને લાલચ આપી રૂપિયા પડાવતા અને તેને બિટકોઈનમા ટ્રાન્સફર કરતા હતા. સાયબર ક્રાઇમ ગાંધીનગર અને અડાલજ પોલીસ સ્ટેશન ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર પોલીસને સૂચના મળી હતી કે, વૈષ્ણૌદેવી સર્કલ પાસે ખોરજ ખાતે એક ફ્લેટમાં કોલ સેન્ટર ચાલી રહ્યુ છે, જેમાં અમેરિકન નાગરિકોને લૂંટવામાં આવી રહ્યાં છે. પોલીસે ૨૬ મેથી આ કોલ સેન્ટર પર વોચ ગોઠવી હતી. ત્યારે પોલીસે દરોડો પાડીને આ ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઈબ્રાહીમો મોમાદ ઈકબાલ (મૂળ રહે. અફઘાનિસ્તાન) અને પાસુન મનલઈ (મૂળ રહે. મોઝાંબિક) ના રહેવાસી છે.

બંને અમેરિકનો સાથે છેતરપીંડી કરતા હતા. પોલીસે દરોડા પાડીને વપરાશમાં લેવાતા લેપટોપથી લઈને તમામ ડેટા જપ્ત કર્યા હતા. આ યુવકો અમેરિકન નંબર જેવા જ દેખાતા ફોન નંબરથી પેડે પ્રોસેસ સ્ક્રિપ્ટથી અમેરિકન નાગરિકોને કોલ કરીને લોનની લાલચ આપતા હતા. બાદમાં અમેરિકન નાગરિકોના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવતા હતા.

ત્યારબાદ તેઓ અમેરિકન નાગરિકોને રૂપિયા રોકડમાં ઉપાડી લેવા અને બીટકોઈન એટીએમ પર ક્યુઆર કોડ સ્કેન કરી પરત જમા કરાવા કહેતા હતા. અને રૂપિયા જમા થયા બાદ લોન એપ્રુવ થશે તેવી ખાતરી આપી બીટકોઈન વોલેટમાં રૂપિયા જમા કરી તેને પ્રોસેસ કરી રોકડમાં ફેરવી લેતા હતા. પોલીસને જાેઈને બે યુવાનોએ ૧૩માં માળેથી બારીમાંથી લેપટોપ તેમજ મોબાઇલ ફોન નીચે ફેંકી દીધા હતા. પરંતુ પોલીસે ફોરેન્સિક યુફેડ વાઈસનીની મદદથી તૂટી ગયેલા લેપટોપ તેમજ મોબાઇલ માંથી ડેટા રીકવર કરી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.