ગાંધીનગરમાંથી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ,૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર: રાજ્ય સહિત દેશભરમાં કોરોના મહામારી વચ્ચે રેમડેસિવિરની કાળાબજારીના મોટા પર્દાફાશના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે મોટી માત્રામાં રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર માહિતી આપી છે.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય કોરોના મુક્ત બને તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી શરૂ કરી છે. આ તત્વો દ્વારા અન્ય પ્રકારના ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમડેસિવિર ઈન્જેકશનના સ્ટિકર લગાવી નકલી ઈન્જેક્શનો બનાવવાનો ધંધો ચાલતો હતો. આ લોકો માનવ વધ જેવો પ્રયાસ કરી રહ્યા હતા.
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મોરબી, રાજકોટ, ભરૂચ અને સુરત પોલીસે પ્રશંસનિય કામગીરી કરી નકલી રેમડેસિવિરનો ગોરખધંધો કરનાર લોકોને ઝડપી પાડી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના ઓલપાડમાં તો રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યારે મોરબીમાં ૧ કલાક પહેલા કેસ નોંધવામાં આવ્યો છે.
અમદાવાદના જુહાપુરામાં ૧૧૧૭ ઈન્જેક્શન મળી આવ્યા હતા. આમ પોલીસે ૫૫ હજાર જેટલા ઈન્જેક્શન ઝડપી પાડ્યા છે. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૮ લોકોની ધરપકડ કરી છે. ત્યારે મોરબી પોલીસે ૧ કલાક પહેલા જ ત્રણ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈન્જેકશનના જથ્થામાં કાળા બજાર કરવાની વિકૃત માનસિકતાથી પૈસા કમાવાની વૃત્તિથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી. અને પોલીસ પ્રશાસન એ ૨૩ જેટલા ગુનામાં ૫૭ લોકોની ધરપકડ કરી. જેમાં અમદાવાદમાં નકલી રેમડેસિવિર વેચવામાં ઈન્જેકશન ની સીસીપર સ્ટીકર લગાડી વેચાતું હતું જેમાં ૮ લોકોની ધરપકડ કરી છે.
વડોદરામાં ૪૫ ઈન્જેકશન માટે ૮.૫૮ લાખના તેમજ સુરત, રાજકોટ, ભરૂચ, મોરબીમાંથી પણ આ કેસની વિગતો સામે આવી છે. આવા ગુનાહિત તત્વો સામે પ્રિવેશન ઓફ કાલાબજારી એક્ટ, પાસા એક્ટઅને આઇપીસી ૩૦૮ માનવ વધ જેમાં ૭ વર્ષની સજાની જાેગવાઈ, ૪૨૦અને ૪૦૫, ભેળસેળ અંગેની ૨૭૪ અને ૨૭૫ જેવા ગુના લગાડવામાં આવશે. તેમજ ષડયંત્ર
રચી લોકોની મજબૂરીનો લાભ લઇ મોતના સોદાગર જેવા લોકો સામે કડકાઇથી સજા કરાશે.
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા એ જણાવ્યું કે અમદાવાદ અને વડોદરા માં નકલી રેમદેસિવિરના કેસ સામે આવ્યા તે લાઈન પર મોરબીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રાહુલ લુવાણા તેના વે સાગરિતો સાથે રેમડેસિવિર વેચી રહ્યાની માહિતી મળી હતી. તેમની પાસેથી ૪૦ નગ ઈન્જેકશન અને ૨ લાખ કેસ મળી આવ્યા હતા. મોરબીના આ માણસોની પૂછપરછ કરતા
અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરામાં દરોડા પડતા મહમદ અસીમ ઉર્ફે આસિફ અને રમીઝ કાદરી પાસેથી ૧૧૧૭ ઈન્જેકશન મળ્યા અને ૧૭ લાખ કેસ મળ્યા પૂછપરછ કરતા બોગસ ઈન્જેકશન હોવાનો પર્દાફાશ થયો હતો. પૂછપરછ કરતા સુરતના કૌશલ વોરાનું નામ સામે આવ્યું. જે અડજનનો રહેવાસી છે તેનો ભાગીદાર પુનિત શાહ જે મુંબઇનો રહેવાસી છે.