Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ગોળીબાર કરનાર લૂંટારૂઓના CCTV ફૂટેજ મળ્યા

વેપારીએ સામનો કરતા ફાયરીગ કરી ત્રણ લુટારૂઓ મોટર સાયકલ પર ભાગ્યા વિવિધ એજન્સીઓ સક્રીય નાકાબંધી કરવામાં આવી

અમદાવાદ: ગુજરાત રાજ્ય સામાન્ય રીતે શાંત ગણાય છે જા કે પરપ્રાતિય ગેંગો સક્રીય થતા તાજેતરમાં જ ગોળીબાર કરીને લૂટફાટ કરવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અમદાવાદ અને સુરત શહેરમાં બંદુકની અણીએ લુંટની ઘટનાઓ બન્યા બાદ હવે ગાંધીનગરના કુડાસણ ગામમાં ત્રણ બંદુકધારી શખ્શો ધોળા દિવસે જવેલર્સની દુકાનમા ઘુસી ગયા હતા.


ઘરેણાં ખરીદવાના બહાને ઘૂસેલા ત્રણેય લુટારૂઓએ તક મળતા જ વેપારી સામે બંદૂક ધરી દેતા સમગ્ર શો રૂમમાં હાજર તમામ લોકો ચોકી ઉઠ્યા હતા જા કે લુટારૂઓની ધમકીને વશ ન થતાં વેપારીએ સામનો કરતા લુંટારૂઓ તેમની ઉપર ફાયરીગ કરી ભાગી ગયા હતા જેમા વેપારીને ખભામાં ગોળી વાગતા તે ઘાયલ થઈ ગયા હાત લુંટની ઘટનાની જાણ થતાં ઈન્ફોસીટી પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાચ ઓસઓજી સહીતની એજન્સીઓ અને ઉચ્ચ અધીકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને તત્કાલીક લુંટારૂઓ ઝડપી લેવા માટે નાકાબંધી કરીને અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગાંધીનગર કુડાસણ ગામમાં ન્યુ આદીશ્વર જવેલર્સ નામનું શો રૂમ આવેલુ છે ગુરુવારે બપોરે શો રૂમમાં સામાન્ય કામકાજ ચાલતુ હતુ ત્યારે કાળા રંગના જેકેટ પહેરેલા ત્રણ શખ્શો પ્રવેશ્યા હતા અને થોડા સમય સુધી ધરેણા ખરીદવા આવ્યા હોવાનો ડોળ કર્યો હતો

દરમિયાન લાગ જાઈને પૂર્વ તૈયારી સાથે આવેલા આ શખ્શો પોતાની પાસેની બંદુક કાઢીને શો રૂમમાં માલિક સામે ધરી હતી અને લુંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો બંદુકધારી ત્રણ શખ્શોને જાઈ શો રૂમમાં કર્મચારી અને ગ્રાહકો સહીત સો કોઈ ગભરાઈ ગચા હતા ડરનો માહોલ ઉભો કરી લુંટારૂઓ આતંક ફેલાવવા જાય એ પહેલા જ શો રૂમમાં માલીક કમલેશભાઈ તેમનો સામનો હિમતભેટ કર્યો હતો

દરમિયાન લુટારૂઓ અને કમલેશભાઈ વચ્ચે ઝપાઝપી થતા એક લુટારૂએ ગોળીબાર કરી દેતા ગોળી કમલેશભાઈ ખભાને ચીરીને આરપાર થઈ ગઈ હતી અને તે લોહીના ખાબોચીયા ઢળી પડ્યા હતા બાદમા ગભરાઈ ગયેલા ત્રણેય લુટારૂઓ ગોળીબાર બાદ ફરાર થઈ ગયા હતા.

ઘટનાઓ જાણ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો જ્યારે ઈન્ફોસીટી પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાચ અને ઓસઓજી સહીતની એજન્સીઓ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી ગોળીબાર કરી લુંટની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોરી ગયા હતા અને તમામ વિસ્તારોમાં કોર્ડન કરી સીસીટીવી ફુટેજ દ્વારા લુંટારૂઓની ઓળખ હાથ ધરી છે

બીજી તરફ શહેર બહાર જાય એ પહેલા જ લુંટારૂઓ ઝડપી લેવા માટે નાકાબંધી કરીને અલગ અલગ ટીમો પણ રવાના કરાવમાં આવી છે. ગોળીબારમાં ઘાયલ થતા વેપારી ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામાં આવ્યાછે જ્યા તેમની સારવાર ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.