ગાંધીનગરમાં ચાલતા જતા લોકોને અમેરિકા જેવી સુવિધા
આ સુવિધાની સાથે અસુરક્ષિત રીતે ડ્રાઈવિંગ કરતા વાહનચાલકો પર પણ નજર રાખવામાં આવશે
અમદાવાદ, સ્માર્ટ સિટી ગાંધીનગરને વધારે સ્માર્ટ બનાવવાનો વધુ એક પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વિદેશોમાં જાેવા મળતી એક સુવિધા ઉમેરવામાં આવી છે. અહીં ચાલીને જતા રાહદારીઓ માટે ટ્રાફિકને અટકાવીને સુરક્ષિત રસ્તો ક્રોસ કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં ચ-૦ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના ૧૩ કિલોમીટર લાંબા માર્ગ પર પગપાળા જતા રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.
ગુજરાતના સૌથી અસુરક્ષિત માર્ગોમાંથી એક ગણાતા આ રૂટ પર પગપાળા જતા રાહદારીઓની સુરક્ષા માટે ૨૧ પેલિકન ક્રોસિંગ ઉભા કરવામાં આવ્યા છે કે જ્યાં કેસરી બોક્સ પર કાળા બટન હશે કે જ્યાંથી ચાલીને રોડ ક્રોસ કરવા ઈચ્છતા રાહદારીઓ આ બટન દબાવીને ટ્રાફિકને અટકાવી શકશે અને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરી શકશે.
માર્ગ અને મકાન વિભાગના એક સિનિયર અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે, ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સીધી રીતે અનુકૂળ સિગ્નલ નિયંત્રણ સાથે જાેડાયેલી બાબત છે કે તેને પેલિકન તરીકે ઓળખવામાં આવે છે.
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું છે કે, “જ્યારે કોઈ ચાલીને જતી વ્યક્તિ બટન દબાવે છે તો ટ્રાફિક સિગ્નનલની લાઈટ લાલ થઈ જાય છે. અહીં કેમેરા પણ લગાડવામાં આવ્યા છે કે જે વાહનોની ગતિ અને પગપાળા જતા રાહદારીઓની ગતિવિધિ પર નજર રાખે છે. આ સિવાય અકસ્માત અને સિગ્નના નિયમોનું પાલન ના કરતા વાહનોના નંબરોની પણ માહિતી રાખવામાં આવશે.”
જાે વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરાશે તો તે અંગે કમાન્ડ સેન્ટરને માહિતી મળશે. આ અંગે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “નિયમોનો ભંગ કરનાર વાહનચાલકને ઓળખીને તેમને આગળના જંક્શન પોલીસ દ્વારા રોકવામાં આવશે.”
આ પ્રોજેક્ટની ડેડલાઈન પાછલા વર્ષના ડિસેમ્બર મહિનાની હતી. જાેકે, હવે બાકી રહેલું કામ આગામી ૨૫ દિવસમાં પૂર્ણ કરવાની ડેડલાઈન રાખવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બે સૌથી ખતરનાક ગણાતા માર્ગોમાંથી એક ગાંધીનગર-કોબાનો રૂટ છે, જ્યારે બીજાે ભરુચ-દેહગામમાં જીૐ૬ રૂટ છે.
અધિકારીએ ઉમેર્યું કે, “અમદાવાદથી ગાંધીનગર જતા લોકો આ રૂટ પર ૯૦ કિલોમીટરની ઝડપે વાહન ચલાવતા હોય છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે.”
વધુમાં આ રૂટ પર નીલગાય અને અન્ય પ્રાણીઓ પર આવી જતા હોય છે. અકસ્માત રોકવા માટે આ રોડ પર કેમેરાના આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ અલ્ગોરિધમ કામ કરશે અને તે જગંલી પ્રાણી આવશે તો તે અંગે એલર્ટ કરશે. તેમણે કહ્યું કે, “અહીં લગાવવામાં આવેલા ન્ઈડ્ઢ સાઈન બોર્ડ દ્વારા અહીંથી પસાર થતા રાહદારીઓને આગળ રોડ પર પ્રાણી હોવાની ચેતવણી આપશે.”