ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોના અમલ માટે લેવાયેલા શપથ
ગાંધીનગરમાં દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં ટ્રાફિક અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાનાં કહેરને કારણે, ઉજવણીમાં વિલંબ થવા પામ્યો છે.
જો કે હવે આ ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા માટે પ્રયત્નો પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે એના માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ અંગે યોજાયેલા એક સમારોહમાં ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર,
મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, એ.આર.ટી.ઓ. મેહુલ આર. ગજ્જર, ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર મનિષા પુવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ઉપસ્થિત લોકોએ ટ્રાફિકના નિયમો પાળવા અને એ મુજબ વાહન હંકારવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.