ગાંધીનગરમાં દારૂની મહેફીલ માણતી નવ યુવતીઓ સહીત ૧૩ની ધરપકડ

ગાંધીનગરમાં આવેલ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં ભણતા યુવક-યુવતી દારૂની મહેફિલ માણતાં ઝડપાયા
(તસ્વીરઃ જનક પટેલ,ગાંધીનગર) રાજ્યમાં દારૂનું દુષણ ફૂલીફાલી છે ત્યારે તેમાંથી કોલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓ પણ બાકાત રહ્યા નથી ગાંધીનગર ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં તે યુવતી દારૂની મહેફિલ માણતા પકડાતા ચકચાર મચી જવા પામી છે
મધરાતે ફ્લેટમાં મ્યુઝિકનો જાેર જાેર થી અવાજ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી પોલીસે દરોડો પાડતાં અફરાતફરી મચી જવા પામી હતી પોલીસના દરોડામાં તમામ યુવક-યુવતી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા
જેમાં એક યુવતી દારૂ પીધેલી હાલતમાં પલંગ ઉપરથી મળી આવી હતી
હાલમાં રાજ્યમાં દારૂનું વેચાણ બેરોકટોક ચાલે છે જે ફરી એક વખત સાબિત થઈ ગયું છે ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલા સ્વાગત એક સોસાયટીમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રહેતા યુવકે યુવતી મળીને ૧૩ નબીરા ઇન્ફોસિટી પોલીસે ઝડપી લીધા છે
ધરપકડ કરાયેલા યુવક-યુવતીઓના નામ અક્ષત વરપ્રસાદ તનકુ , સ્મુતિ સદાનંદ પુજારી પૂજા મંગેશ ભાઈ સબારે, પ્રજ્વલ કશ્યપ, પાર્થ શોજિત્ર, અર્જુન કાનત, શ્રીજી શ્રીનિવાસ અપન્ના, નમ્રતા મનોજભાઈ અગ્રવાલ, દિવ્યંશિ મેહુલ્ભાઈ શર્મા, શ્રેયા રામનાંદ મિશ્રા, નિહરિકા જૈન, ભવ્ય રાવત, અવનિ રાકેશભાઇ અગ્રવાલ આ તમામ યુવક યુવતીઓ દારૂ ની મજા માણતા પકડાઈ ગયતમામ સામે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
ગાંધીનગરમાં આવેલા સ્વાગત એક સોસાયટીમાં બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ નું આયોજન કરાયું હતો જેમાં ભાવિ ડોક્ટરો એ દારૂ પીને ધમાલ મચાવી હતી
આજુબાજુમાં રહેતા પાડોશી આ તીવ્ર હોવાથી રોષે ભરાયા હતા અને કંઈક અજુગતું થતું હોવાનું જણાવ્યું હતું જેથી લોકો એ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી