ગાંધીનગરમાં બે વર્ષમાં ૨૩૭૭ વીજ જાેડાણ અપાયાઃ સૌરભ પટેલ
ગાંધીનગર: ઝૂંપડા વીજળીકરણ યોજના સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત કુલ ૨૩૭૭ વીજજાેડાણ આપવામાં આવ્યાં છે. જેમાં દહેગામ તાલુકામાં ૪૬૮, ગાંધીનગર તાલુકામાં ૪૧૨, કલોલ તાલુકામાં ૯૬૭ અને માણસા તાલુકામાં ૫૩૦ વીજજાેડાણ છેલ્લાં બે વર્ષમાં આપવામાં આવ્યાં છે. તે પેટે રૂા. ૧૦૭.૨૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં,
ગાંધીનગર જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળની એક પણ અરજીઓ હાલ પેન્ડિંગમાં નથી. સૌરભભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, બી.પી.એલ. લાભાર્થીઓને જાેડાણ સાથે વીજબિલમાં રાહત પણ આપવામાં આવે છે. પ્રતિ માસ પ્રથમ ૫૦ યુનિટ સુધી રૂા.૧.૫૦ પ્રતિ યુનિટ વિજદર ગણવામાં આવે છે.
શહેરના વિજગ્રાહકોની સરખામણીમાં બી.પી.એલ. લાભાર્થીઓને રૂા.૧.૫૫ પ્રતિ યુનિટ ઓછો ચાર્જ વસૂલવામાં આવે છે. તે ઉપરાંત, પંચમહાલ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં આ યોજના હેઠળ કુલ ૨૫૦૫ વીજજાેડાણ આપવામાં આવ્યાં અને તે પેટે કુલ રૂા.૧૨૯.૧૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.